સ્વચ્છતા:ગ્રામ્ય વિસ્તારની બહેનોને સૂકા - ભીના કચરાના નિકાલ અંગે સમજણ અપાઇ

પોરબંદર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઘરમાંથી નિકળતો ભીનો અને સૂકો કચરો અલગ રાખી તેનો યોગ્ય નિકાલ કરવા જાગૃત કરાયા

સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત પોરબંદર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા લોકોને સ્વચ્છતા અંગે જાગૂત કરવામાં આવી રહ્યા છે. ડી.આર.ડી.એ.ની ટીમ દ્રારા ગ્રામ્ય વિસ્તારની બહેનોને સુકા ભીના કચરાના નિકાલ અંગે સમજણ આપવામાં આવી હતી.

મહિલાઓને તેમના ઘરમાં એકઠો થયેલ કચરો કાગળ, કાચ, પુંઠા, ઘાતુ, કાપડ, તુટેલા ડબ્બા, પ્લાસ્ટીક થેલીઓ અને રબરને સુકા કચરામાં અને બગડેલા શાકભાજી, વધેલા ખોરાક, ફળ અને તેના છોતરા, બગડેલા જ્યુસ, શાકભાજી, ઝાડના પાંદડાનો ભીના કચરામાં નિકાલ કરવો જોઈએ. કચરાનું વર્ગીકરણ કરી તેનો યોગ્ય જગ્યાએ નિકાલ કરવા માટે સમજણ આપવામાં આવી છે. ઉપરાંત મારૂ ગામ સ્વચ્છ ગામના સુત્રને સાર્થક કરવા લોકોને અનુરોધ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...