તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિતરણ:જરૂરિયાત મંદ બહેનોને સોનાના ચાંદલા અને પૂજાની થાળી અપાઈ

પોરબંદર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

પોરબંદરમાં લાયોનેસ ક્લબ દ્વારા અવારનવાર અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે અને અલગ અલગ પ્રકારની સ્પર્ધાઓ પણ યોજવામાં આવે છે ત્યારે વધુ એક વખત લાયોનેસ ક્લબ દ્વારા દિવાળીના તહેવાર નિમિત્તે સેવાકીય યજ્ઞ યોજવામાં આવ્યો હતો. જરૂરિયાતમંદ પરિવારો પણ દિવાળીના તહેવારનો આનંદ માણી શકે અને દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવી શકે તેવા આશયથી મીઠાઈ સહિતનું વિતરણ કરવામાં આવ્યું હતું. અને લાયોનેસ ક્લબ દ્વારા જરૂરિયાત મંદ પરિવારોની સાથે તહેવારની ઉજવણી કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ પ્રસંગે બહેનોને સોનાના ચાંદલા અને પૂજાની થાળી અપાઈ હતી. કોરોનાવાયરસની કપરી પરિસ્થિતિમાં સોશયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના પ્રમુખ જ્યોતિબેન મસાણી દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જરૂરિયાત મંદ લોકોએ લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો