તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અવ્યવસ્થા:PHC માં માત્ર 1 સિલીન્ડર હોવાથી દર્દીને અન્ય સ્થળે રિફર કરવા પડે છે

બગવદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પીએચસીમાં એક જ સિલીન્ડર હોવાથી દર્દીઓને મુશ્કેલી વેઠવી પડી રહી છે. - Divya Bhaskar
પીએચસીમાં એક જ સિલીન્ડર હોવાથી દર્દીઓને મુશ્કેલી વેઠવી પડી રહી છે.
  • મોઢવાડાના PHCમાં વધુ ઓક્સિજન સિલીન્ડરની માંગ

મોઢવાડા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં શરૂ કરાયેલ કોવિડ કેર સેન્ટરમાં વધુ ઓક્સિજન સિલિન્ડરની માંગ કરવામાં આવી છે. હાલ માત્ર એક જ સિલિન્ડર હોવાના લીધે દર્દીઓની સંખ્યા વધુ હોય ત્યારે મુશ્કેલી સર્જાય છે. મોઢવાડા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને કોવિડ કેર સેન્ટરમાં પરિવર્તિત કરાયું છે. જેના લીધા આસપાસના 15 થી 20 ગામના દર્દીઓને અહી આરોગ્ય સુવિધા મળી રહી છે.

5 બેડ ધરાવતા આ કેન્દ્રમાં કોરોનાના ટેસ્ટ પણ કરવામાં આવે છે તેમજ અહી ફરજ બજાવતા ડોક્ટર જિજ્ઞાશાબેન અને ડોક્ટર હંસાબેન દર્દીઓને ઉત્તમ સારવાર આપી રહ્યા છે. આ સેન્ટર પાસે એક એમ્બુલન્સ પણ છે. પરંતુ અહી માત્ર એક જ ઓક્સિજન સિલિન્ડર હોવાથી ઓક્સિજનની જરૂરિયાતવારા દર્દીઓની સંખ્યા વધી જાય ત્યારે સમસ્યા સર્જાય છે જેથી અહી વધુ ઓક્સિજન સિલિન્ડર ફાળવવા ગામજનોએ માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...