રોગચાળો કાબૂમાં:રોગચાળો કાબૂમાં આવતા હોસ્પિટલોએ દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો

પોરબંદર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક મહિના પહેલા પોરબંદરની સરકારી હોસ્પિટલમાં 600 દર્દીઓ સામે હાલ માત્ર 200 ઓપીડી થાય છે

પોરબંદરમાં રોગચાળો કાબૂમાં આવતા હોસ્પિટલોએ દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. એક મહિના પહેલા સરકારી હોસ્પિટલમાં 600 દર્દીઓ સામે હાલ માત્ર 200 ઓપીડી થાય છે.

પોરબંદર જીલ્લામાં છેલ્લા એક માસ દરમિયાન રોગચાળા પર કાબુ આવ્યો હોવાના કારણે સરકારી હોસ્પિટલમાં એકાએક દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. કોરોના વાયરસની મહામારીના કારણે અનેક લોકો પરેશાન બન્યા છે, અને કોરોનાની આ કપરી પરિસ્થિતિમાં છેલ્લા થોડા સમય પહેલા હોસ્પિટલો પણ દર્દીઓની સંખ્યાથી ઊભરાઈ રહી હતી.

એક માસ પહેલાની વાત કરીએ તો સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે 600 જેટલી ઓ પી ડી નોંધાતી હતી. અને દર્દીઓની પણ લાંબી કતારો લાગતી હતી. પરંતુ હાલ રોગચાળા પર કાબુ આવ્યો હોવાથી સામાન્ય બીમારી શરદી, ઉધરસ, ગળામાં બળતરા સહિતના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. હાલ સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં માત્ર 200 જેટલી જ ઓપીડી નોંધાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...