નવી સુવિધાઓ ઉપલબ્ધ:સ્ટેટ લાયબ્રેરીમાં વાંચક સભ્યોનો નોંધપાત્ર વધારો

પોરબંદર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સભ્યોનો વધારો થતા નવી સુવિધાઓ ઉપલબ્ધ કરાઇ

ગુજરાત રાજયના ગ્રંથપાલ નિયામક તરફથી મળેલ અનુદાનમાંથી વાંચકો માટે કેબીન ટાઇપના ફર્નિચરની સગવડ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ કેબીનમાં મોબાઇલ, લેપટોપ, ચાર્જર, સ્વતંત્ર લાઇટ સહિતનું સ્વીચબોર્ડ સહિતની વાંચન માટેની સુવિધા પુરી પાડવામાં આવી રહી છે. લાઇબ્રેરીમાં ચાર નવી ટયુબલાઇટ, બે નવા પંખા લગાવવામાં આવ્યા છે.

દિવાળીના તહેવારોમાં સમગ્ર લાયબ્રેરીમાં જંતુનાશક દવાનો છંટકાવ પણ કરવામાં આવ્યો હતો. આગની ઘટનાઓથી બચવા બે નવા ફાયર એક્ષટીંગ્યુશર પણ લગાવવામાં આવ્યા છે. હાલ સરકારે જુદા જુદા વિભાગોમાં જાહેર ભરતી કરવાની હોય સાંજના સમયે તા. 31 જાન્યુઆરી સુધી વાંચક સભ્યની માંગણી મુજબ વાંચનના સમયમાં વધારો કરવામાં આવ્યો હોવાનું માનદમંત્રી સત્યેમ વોરાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...