હિકા વાવાઝોડું:બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું, હવામાન વિભાગની આગાહી, તંત્ર દ્વારા ડિઝાસ્ટર વિભાગને એલર્ટ રહેવા સુચના 

પોરબંદર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અરબી સમુદ્રમાં લો પ્રેશર
  • વાતાવરણમાં અચાનક પલટો આવ્યો, વરસાદી ઝાપટા પડ્યા, ઠંડો પવન ફૂંકાયો, માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ કરાઈ

પોરબંદરના બંદર પર એક નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે અને માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ કરવામાં આવી છે.

અરબી સમુદ્રમાં લો પ્રેસર બની રહ્યું હોવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગ દ્વારા લો પ્રેશરની આગાહી કરાયા બાદ તંત્ર પણ એલર્ટ બની ગયું છે અને અગાઉ હવામાન વિભાગે અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાવાનું હોય અને આગામી તારીખ બે, ત્રણ તારીખના દિવસે વાવાઝોડું ટકવાની આગાહી આપવામાં આવી હતી. ત્યારે આજે 31 તારીખના અરબી સમુદ્રમાં સર્જાય રહેલ લો પ્રેશર અંગે સ્પષ્ટ થશે. અને આજે રવિવારના દિવસે અરબી સમુદ્રમાં લો પ્રેશન સર્જાશે તેને લઈને પોરબંદર ડિઝાસ્ટર વિભાગને એલર્ટ રહેવા પણ જણાવ્યું હતું. અને હવામાન વિભાગની દરેક અપડેટ જોવા માટે જવામાં આવ્યું હતું. સમુદ્ર તોફાની થવાની શક્યતાઓ વ્યક્ત કરી સમુદ્રમાં વધુ ઊંચા મોજા ઉછળવાની પણ આગાહી કરવામાં આવી હતી. જેના પગલે માછીમારોને સમુદ્રમાં ન જવા સૂચના આપી દેવામાં આવી હતી. અને શનિવારના દિવસે પોરબંદરના બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. ઉપરાંત અરબી સમુદ્રમાં ક્યાંય કોઈપણ માછીમારી કરતા હોય તેમને નજીકના બંદરે પહોંચી જવા સૂચના આપી દેવામાં આવી છે. હવામાન વિભાગે લો પ્રેસર અંગે સમુદ્ર સાથે જોડાયેલ તમામ એજન્સીને જાણ કરતો પત્ર મોકલી આપ્યો છે. ઉપરાંત શુક્રવારના દિવસે મોડી રાત્રીના સમયે પોરબંદરના ગ્રામ્ય પંથકમાં હળવા વરસાદી ઝાપટા પડ્યા હતા. હાલ અરબી સમુદ્રમાં સર્જાયેલી રહેલ લો-પ્રેશરને લઇ માછીમારોને પણ સાવચેત કરવામાં આવ્યા છે.

બરડા પંથકમાં વહેલી સવારે વરસાદી ઝાપટા પડતા ઠંડક પ્રસરી
અરબી સમુદ્રમાં સર્જયાએલ લો પ્રેશર ના કારણે હાલ દરિયા માં તોફાન જોવા મળી રહ્યું છે જેને લઈને છેલ્લા બે દિવસથી વાતાવરણ માં પલટો જોવા મળી રહ્યો હતો ત્યારે આજે વહેલી સવારે પોરબંદર ના બરડા પંથકમાં અચાનક વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ત્યારે બરડા પંથક ભાવપરા મિયાણી હર્ષદ  ટુકડા સહિત ના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા જેને પગલે સમાગ વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી. તસવીર - રામ મોઢવાડીયા

સિગ્નલની જગ્યા બદલાઇ, માછીમારોને મુશ્કેલી
જુના બંદર વિસ્તારમાં પોર્ટ ઓફિસ પર સિગ્નલ આપવામાં આવતું હતું પરંતુ હાલ સુભાષનગર વિસ્તારમાં સિગ્નલનું સ્થળ બદલાવામાં આવેલ હોવાના કારણે બોટ માલિકો સહિતના માછીમારોને ધ્યાને આવતું ન હોવાથી માછીમારીના વ્યવસાય સાથે જોડાયેલા લોકોને મુશ્કેલી પડી રહી છે. જવાબદાર તંત્ર દ્વારા જુના બંદરમાં સિગ્નલ આપવામાં આવે તેવી રજૂઆત બોટ એસોસિએશનના પ્રમુખ અશ્વિનભાઇ મધુભાઈ જુંગીએ કરી હતી. હિકા નામનાં સંભવિત વાવાઝોડા સામે બગવદર પોલીસની પૂર્વ તૈયારીના ભાગરૂપે મિટીંગ યોજાઇ હતી. કોઇપણ મુશ્કેલીમાં પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવાયુ
માછીમારી કરવા માટે 25થી વધારે નાની બોટ નીકળી ગઈ
જુના બંદરના બદલે હાલ સુભાષનગર વિસ્તારમાં એક નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે અને સિગ્નલની જગ્યા બદલાવવામાં આવી હોવાના પગલે ઘણા માછીમારોને ધ્યાને ન આવતા 25થી વધુ નાની બોટો માછીમારી કરવા માટે નીકળી ગઇ હોય અને હાલ 20થી વધુ મોટી બોટો સમુદ્રમાં માછીમારી કરી રહેલ હોવાનું જણાવ્યું હતું.

1998માં 11 નંબરનું સિગ્નલ લાગ્યું હતું

1 નંબરનું સિગ્નલ: હવા તોફાની અથવા સપાટા વાળી છે, જેમાંથી વાવાઝોડુ થઇ જવા સંભવ છે.

2 નંબરનું સિગ્નલ: વાવાઝોડુ થયું છે. સિગ્નલ 1 અને 2 બતાવે છે કે બંદર છોડ્યા પછી વહાણોને ભયનો સામનો કરવો પડશે.

3 નંબરનું સિગ્નલ: સપાટાવાળી હવાથી બંદર ભયમાં છે.

4 નંબરનું સિગ્નલ: સાધારણ વાવાઝોડુ બંદરથી કિનારાઓ ઓળંગવાનો સંભવ છે જેથી બંદર તોફાની હવા અનુભવાશે.
5 નંબરનું સિગ્નલl: વાવાઝોડથી બંદર ભયમાં છે પરંતુ ભય એવો જણાતો નથી કે જેના માટે સાવચેતીની જરૂર પડે.

6 નંબરનું સિગ્નલ: સાધારણ પ્રકારનું વાવાઝોડુ બંદરથી ઉતરે કિનારો ઓળંગવાનો સંભવ છે. બંદરે તોફાની હવાનો અનુભવ થશે.

7 નંબરનું સિગ્નલ:થોડુ જોરવાળુ વાવાઝોડુ બંદર પર પસાર થવાનો સંભવ છે, ભારે હવા અનુભવાશે.

8 નંબરનું સિગ્નલ: ભારે જોરવાળુ વાવાઝોડુ બંદરથી દક્ષિણ તરફ કિનારો ઓળંગવાનો સંભવ છે જેથી બંદર પર બહુજ તોફાની હવા અનુભવાશે.

9 નંબરનું સિગ્નલ: ભારે જોરવાળુ વાવાઝોડુ બંદરથી દક્ષિણ તરફ કિનારો ઓળંગવાનો સંભવ છે જેથી બંદર પર બહુજ તોફાની હવાની સંભાવના.

10 નંબરનું સિગ્નલ: ભારે જોરવાળુ વાવાઝોડુ બંદર નજીક અગર બંદર પર થઇને પસાર થવાનો સંભવ છે જેથી બંદરને તોફાની હવા અનુભવાશે.

11 નંબરનું સિગ્નલ: કોલાબા હવા ચેતવણીની કેન્દ્રના તાર વ્યવહાર ખોરવાઇ ગયો છે અને ખરાબ હવામાનનો ભય છે. સિગ્નલ 3 થી 11 બતાવે છે કે બંદર અને બંદરમાંના વહાણો ભયમાં છે.

અન્ય સમાચારો પણ છે...