તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેજિસ્ટ્રેટની કોર્ટમાં ફરિયાદ:બળેજ સરકારી ખરાબામાં ચાલતા ખનીજ ચોરીના ધંધા બંધ કરાવી કાઢેલી સંપત્તિની રિકવરી કરાવો

પોરબંદર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર તાલુકા પંચાયતના સદસ્યએ જિલ્લા મેજિસ્ટ્રેટની કોર્ટમાં ફરિયાદ કરી

બળેજ ખાતે સરકારી ખરાબામાં ચાલતા ખનીજ ચોરીના ધંધા બંધ કરી કાઢેલ સંપત્તિની રિકવરી કરી આપવા તાલુકા પંચાયતના સદસ્યએ જિલ્લા મેજિસ્ટ્રેટની કોર્ટમાં ફરિયાદ કરી છે. વર્ષોથી બળેજ ગામમાં આજુબાજુની સરકારી ખરાબા ગ્રામ પંચાયત હસ્તગતની જગ્યામાં અંદાજે 06 થી વધુ ખાણખનીજની ખાણો સરકારી ખરાબાની જગ્યામાં ચાલી રહી છે અને તેમની રોયલ્ટી નીકળે છે એ જગ્યાએથી તદન દુર આવેલ જગ્યામાં ગેરકાયદેસર ખોદાણ કરવામાં આવી રહ્યું છે.

આ સિવાય પણ અત્યારે વગર મંજુરી વગર 5 થી 6 ગેરકાયદેસર ખનન ખનીજ વિભાગની મીઠી નજર હેઠળ ચાલે છે. કોઇપણ બાતમી આપે તો અહીથી દરોડો પાડવા મોકલે ત્યારે સામાવાળા લોકોને અગાવ થી જાણ કરી દે છે જેના હિસાબે ખાણની મશીનરી નીકળી જાય છે. જે જગ્યાનું ગેરકાયદેસર ખોદકામ થયેલ છે અને મશીનરી પકડાયેલ નથી તે જગ્યામાં ખાણખનીજના અધિકારીઓ દ્વારા ક્યારેપણ સરકારી નુકશાની તેમજ લાઈમસ્ટોન કેટલો ખોદવામાં આવેલ છે તેમની તપાસ કરી નથી. સરકારી સંપતીને નુકશાન કરી રહ્યા છે. પીજીવીસીએલ નું કનેક્સન પણ મેળવી લેવામાં આવ્યું છે. જે સરકારી ખરાબામાંની જગ્યામાં ગેરકાયદેસર ખનીજ ચોરી થઈ છે તે જગ્યામાં થયેલ ખનીજ ચોરીની રીકવરી નથી કરવામાં આવેલ. ઘણા સમયથી 24 કલાક ગેરકાયદેસર ખાણો બળેજમાં ધમધમે છે. આથી સરકારી ખરાબામાં ચાલતી ખાણીજચોરીના ધંધા બંધ કરી કાઢેલ સંપત્તિ ની રિકવરી કરવા પોરબંદર તાલુકા પંચાયતના સદસ્ય હિરીબેન હરદાસ દાસાએ જિલ્લા મેજિસ્ટ્રેટની કોર્ટમાં ફરિયાદ કરી છે.

અમારે કોઇ સાથે સાંઠગાંઠ નથી
આક્ષેપો પાયા વિહોણા છે. અમે જિલ્લામાં માહિતી મળે ત્યાં દરોડા પાડીએ છીએ અને એક્શન લઈએ છીએ. ક્યારેક એકાએક ચેકીંગ હાથ ધરીએ છીએ. કોઈ સાથે અમારે સાંઠગાંઠ ન હોય. આક્ષેપો ખોટા છે. > સ્મિત ચૌહાણ, અધિકારી, ખાણ ખનીજ વિભાગ

અન્ય સમાચારો પણ છે...