તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુશ્કેલી:પોરબંદરમાં વીજ ટ્રાન્સફોર્મર નજીક ઝાડી ઝાંખરા, ગંદકી

પોરબંદર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કચરાનો નિકાલ કરી પેવર બ્લોક પાથરવા રજૂઆત

પોરબંદરના સામાજિક કાર્યકર રસિકભાઈ પઢીયાર દ્વારા તંત્રને રજૂઆત કરી એવું જણાવવામાં આવ્યું હતું કે ત્રણ-ચાર વર્ષ પહેલાં વીજપોલ પાસે પસાર થતા પશુ તથા વ્યક્તિને વરસાદની સિઝનમાં તથા અન્ય કારણોસર વિજસોટ લાગવાના બનાવો બન્યા હતા. આ કારણોસર પશુઓની અને વ્યક્તિઓની સુરક્ષા માટે વીજ પોલ પાસે ગ્રીલ લગાડવામાં આવ્યા છે.

પરંતુ વીજ પોલ જમીન સાઈડ હોવાથી વરસાદી પાણીના કારણે ઝાડી-ઝાંખરા ઊગી નીકળે છે તથા રોડ પર સફાઇ કરતા કામદારો વીજ પોલ પાસે લગાવાયેલ ગ્રીલ હોવાથી આળસમાં કચરો તથા અન્ય નકામી વસ્તુઓની સફાઈ કરી શકતા નથી. અને વીજપોલની આસપાસ ઝાળી ઝાંખરો તથા કચરાનું સામ્રાજ્ય છે અને અહીં ગંદકીના ગંજ ફેલાઇ છે. વીજ પોલ વાયર તથા ટ્રાન્સફોર્મરનું મેન્ટેનન્સ કરવા આવતા વીજ કર્મચારીઓને પોલ પર ચડવા અને ઉતારવામાં પણ હાલાકી વેઠવી પડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો