• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • Show cause Notices To Six Members Including Chairman Of TP Committee Of Porbandar Municipality; The Congolese Leader Said The Pot Of Corruption Of Officials Has Finally Burst

ટીપી વિવાદ મુદ્દે કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ:પોરબંદર પાલિકાના ટીપી કમિટીના ચેરમેન સહિત છ સભ્યોને કારણદર્શક નોટિસ; કોંગી આગેવાને કહ્યું-પદાધીકારીઓના ભ્રષ્ટાચારનો ભાંડો અંતે ફુટ્યો

પોરબંદર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

પોરબંદર નગરપાલિકાની ટાઉન પ્લાનીંગ કમિટીના ચેરમેન સહિત છ સભ્યોને કારણદર્શક નોટીસ પાઠવવામાં આવી છે. જેમાં મ્યુનીસીપલ કમિશ્નરે એવો હુકમ કર્યો છે કે બહુમતિના જોરે ઠરાવ કરી નામંજૂર અભિપ્રાયને અવગણીને બાંધકામની પરવાનગી આપી હોવાની ફરિયાદ થતા હોદા પરથી શા માટે દૂર ન કરવા? તેની સુનવણી ત્રીજી નવેમ્બરે થશે. ત્યારે કોંગ્રેસના આગેવાન રામદેવ મોઢવાડીયાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને તેની માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે પોરબંદર નગરપાલિકાના પદાધીકારીઓના ભ્રષ્ટાચારનો ભાંડો અંતે ફુટ્યો છે, ત્યારે સત્તાધીશોની મિલ્કતોની પણ તપાસ કરવી જરૂરી બની છે.

સત્તાધીશોની મિલ્કતોની પણ તપાસ કરવી જરૂરી - રામદેવ મોઢવાડીયા
પ્રદેશ કોગ્રેસ સમિતિના પૂર્વ સેક્રેટરી અને પોરબંદર કોંગ્રેસના સિનિયર આગેવાન રામદેવ મોઢવાડીયાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, ભાજપ શાસિત નગરપાલિકા ભ્રષ્ટાચારથી ખદબદી રહી છે અને તેથી જ ગાંધીનગરથી મ્યુનિસિપાલ એડમિનીસ્ટ્રેશન કમિશ્નર દ્વારા ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963ની કલમ 37 હેઠળ કાર્યવાહી કરવા અંગે ટાઉન પ્લાનીંગ કમિટીના ચેરમેન કેશુ બોખીરીયા અને પાંચ સભ્યો મધુ જોશી, ગંગા કાણકીયા,લાભુ મકવાણા,હાર્દિક લાખાણી અને પાયલ બાપોદરાને કારણદર્શક નોટીસ પાઠવામાં આવી છે અને ખુલાસો કરવા જણાવ્યું છે.

કરોડો રૂપિયાની કટકીનો આક્ષેપ
પોરબંદર જીલ્લા કોંગ્રેસના સમિતીના પ્રમુખ રામ ઓડેદરા,પોરબંદર શહેર કોંગ્રેસ સમિતીના પ્રખુમ અતુલ કારીયા,પોરબંદર શહેર યુવક કોંગ્રેસ પ્રમુખ ધર્મેશ પરમાર અને પોરબંદર નગરપાલીકાના વિરોધ પક્ષના ઈન્ચાર્જ નેતા ફારૂક સૂર્યા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પુર્વ મંત્રી રામદેવ મોઢવાડીયાએ એક નિવદેનમાં ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે આખા ગુજરાતમાં રહેણાંક હેતુના મકાન અને રહેણાંક હેતુ માટે મોટા રૂપિયા લેવાઇ રહ્યા છે.રહેણાંક હેતુના ફ્લેટમાં 1 ફ્લેટના 50 હજાર અને રહેણાંક હેતુ માટે નાના લોકોના પ્રધાનમંત્રીની અફોડેબલ મકાનોમાં 30 હજારની કટકી કરીને પોરબંદરની પ્રજાના કરોડો રૂપિયા ભેગા કરેલ છે તેવો ગંભીર આક્ષેપ કરીને તેઓની મિલ્કતની તપાસની માંગણી કરતા જણાવ્યું છે કે,ટાઉન પ્લાનીંગ કમીટીની કટકી ફલેટ અને અફોડેબલ બ્લોક ખરીદનાર લાભાર્થીઓની કેડમાં આવે છે.ટાઉન પ્લાનીંગ કમીટીની કટકીમાંથી આગેવાનોના નવા બંગલાઓ,ફલેટો અને ફાર્મ હાઉસો બન્યા છે. નગરપાલીકાના પ્રમુખે પોતે ગેરકાયદેસર રીતે રહેણાંક હેતુ માટેની બહુમાળી યોજના બનાવેલ છે કે કેમ?તેની તપાસ કરીને જેમાં ભવિષ્યમાં કાયદાકીય મુશ્કેલીઓ જયારે થશે ત્યારે મધ્યમ વર્ગના ખરીદનાર ફલેટ ધારકો મુશ્કેલીમાં મુકાશે.

અન્ય સમાચારો પણ છે...