તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:ખારવાવાડના વિવિધ વિસ્તારોમાં ગટરની ગંદકી પીવાના પાણીમાં ભળી ગઇ, સ્થાનિકો ત્રાહિમામ

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાણીની લાઇન પર ભૂગર્ભ ટાંકીઓ બનાવતા આ સમસ્યા સર્જાણી, સુધરાઈ સભ્યએ ગટર સફાઈ કામગીરી હાથ ધરાવી

ખારવાવાડના વિવિધ વિસ્તારોમાં ગટરના ગંદા પાણી પીવાના પાણીમાં ભળ્યા છે જેથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. પાણીની લાઇન પર ભૂગર્ભ ટાંકીઓ બનાવતા આ સમસ્યા સર્જાણી હોવાનું સામે આવતા સુધરાઈ સભ્યએ કામગીરી હાથ ધરી છે.

ખારવાવાડ વિસ્તારમાં ખાટકીવાડ, મીઠી મસ્જિદ, જલારામ મંદિર, દુવારા ફળિયું, ગરબી ચોક, લાખાણી ફળિયું, ગાંધીગલી, મંમાઈ ચકલો સહિતના વિસ્તારોમાં છેલ્લા 20 દિવસથી પીવાના પાણીમાં દૂષિત પાણી આવતું હોવાની ફરિયાદ ઉઠી હતી. પીવાના પાણીમાં ગટરનું ગંદુ પાણી ભળી જતા આ પાણી પીવા લાયક તો નહિ પરંતુ વાપરવા લાયક પણ રહ્યું નથી અને કાળા કલરનું દૂષિત પાણીમાં તીવ્ર દુર્ગંધ ફેલાઈ હતી. જેથી આ અંગે સુધરાઈ સભ્ય જીવનભાઈ જુંગી જે સ્થાનિકોએ રજુઆત કરતા તેમણે તપાસ કરાવતા અને ભૂગર્ભ ગટર ચેમ્બર ખોલાવતા જાણવા મળ્યું હતું કે પીવાના પાણીની લાઇન પર ભૂગર્ભ ગટરની ચેમ્બર બનાવેલ હોય જેથી ગટર ઉભરાતા અને પીવાના પાણીની લાઇન થોડી પણ તૂટી જતા ગટરનું ગંદુ પાણી પીવાના પાણીમાં ભળી જતા આ સમસ્યા સર્જાય છે. જેથી જીવનભાઈએ સફાઈ કર્મીઓ બોલાવી આ કામગીરી હાથ ધરાવી છે.

સુધરાઈ સભ્ય જીવનભાઈએ જણાવ્યું હતું કે ભૂગર્ભ ગટરના કામમાં બેદરકારી સામે આવી છે. પીવાના પાણીની લાઇન પર મેઈન હોલ બનાવવામાં આવી છે જેથી ગંદુ પાણી પીવાના પાણીમાં ભળે છે અને આ પાણી દૂષિત હોવાથી સ્થાનિકોને ભારે હાલાકી વેઠવી પડે છે. કેટલાક ઘરોની મહિલાઓએ જણાવ્યું હતું કે આવું ગંદુ પાણી પી શકાય નહીં જેથી પીવાનું પાણી ખરીદવું પડે છે. આ સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...