કામગીરી:150 કરોડના હેરોઇનના જથ્થા સાથે ઝડપાયેલા સાત ઈરાની જેલ હવાલે

પોરબંદર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત ATS-કોસ્ટગાર્ડે ઓપરેશન પાર પડ્યું હતું

ગુજરાત ATS-કોસ્ટગાર્ડે ઓપરેશન પાર પાડી પોરબંદરના દરિયામાંથી 150 કરોડના 30 કિલો હેરોઇન સાથે 7 ઈરાનીને ઝડપી લીધા હતા. જેના રિમાન્ડ પુરા થતા પોરબંદરની જેલ ખાતે જેલ હવાલે કરવામાં આવ્યા છે. દરિયાઈ સીમામાંથી એક વિદેશી બોટમાં મોટી માત્રામાં ડ્રગ્સની હેરાફેરી થવાની હોવાની ગુજરાત ATSને બાતમી મળતા તેઓએ કોસ્ટગાર્ડને સાથે રાખી ગત તા. 19ના મોડી રાત્રે ઓપરેશન કરી પોરબંદરના દરિયાઈ સીમા માંથી એક ઈરાની બોટને ઝડપી લીધી હતી.

જેમાં 7 ઈરાની હતા અને બોટની તપાસ કરતા તેમાંથી 30 કિલો હેરોઇન કિંમત રૂ. 150 કરોડનો જથ્થો મળી આવ્યો હતો. આ ઈરાનીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા અને સધન પૂરછપરછ માટે 14 દિવસના રિમાન્ડ કોર્ટે મંજુર કર્યા હતા. બાદ 14 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં આ 7 ઇરાનીઓને પોરબંદર કોર્ટમાં રજૂ કરાયા હતા જ્યાં કોર્ટે તમામ ઈરાનીઓને જેલ હવાલે કરવાનો હુકમ કરતા સાતેય ઈરાની નાગરિકોને પોરબંદરની ખાસ જેલમાં ધકેલી દેવાયા છે.

અન્ય સમાચારો પણ છે...