લોકો પરેશાન:પોરબંદર પોસ્ટ ઓફિસમાં છેલ્લા એક સપ્તાહથી સર્વર ડાઉન

પોરબંદર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોટાભાગની કામગીરી ઓનલાઇન છે, મેન્યુઅલી કામગીરી કરવા કોંગ્રેસની માંગ

પોરબંદર પોસ્ટ ઓફિસમાં છેલ્લા એક અઠવાડિયાથી ઓનલાઇન કામગીરી માટે સર્વર ડાઉન હોવાથી લોકોને અનેક પરેશાનીઓનો ભોગ બનવું પડી રહ્યું છે. આથી પોરબંદર કોંગ્રેસ દ્વારા ઓનલાઇન કામગીરીને બદલે મેન્યુઅલી કામગીરી શરૂ કરવા રજૂઆત કરી હતી. પોરબંદરની પોસ્ટ ઓફીસમાં અલગ-અલગ પ્રકારની કામગીરીઓ થતી હોય છે. હાલ મોટાભાગની કામગીરી ઓનલાઇન થતી હોય ખાસ કરીને વિધવા સહાય લેતી મહિલા તેમજ પેન્શનનો લાભ લેતા લોકો અહીં અવરજવર કરતા હોય છે. પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી પોસ્ટ ઓફિસનું સર્વર બંધ હોવાથી લોકોને ધરમના ધક્કા ખાવા પડે છે.

સર્વર ડાઉનના લીધે ન તો પૈસાની લેવડદેવડ થઈ શકે છે ન તો પાસબુકમાં એન્ટ્રી પડી શકે છે. વિધવા સહાય માટે પણ મહિલાઓ છેલ્લા એક અઠવાડિયાથી ધક્કા ખાઇ રહી છે. વિધવા સહાયમાં જેટલી રકમ આપવામાં આવે છે તેના 25% તો પોસ્ટ ઓફિસના ધક્કા ખાવામાં જતા રહે છે.

આ અંગે પોરબંદર કોંગ્રેસના આગેવાન રામદેવભાઈ મોઢવાડિયાએ કેન્દ્ર સરકારને રજૂઆત કરી છે કે કેન્દ્ર સરકારે આ સમસ્યાને ગંભીરતાથી લેવી જોઈએ એક બાજુ આપણે ડિજિટલ ઇન્ડિયાનું સ્વપ્ન સેવી રહ્યા છે ત્યારે આ સમસ્યાને જોતા એક પ્રશ્ન થાય છે કે ડિજિટલ ઇન્ડિયાનું સ્વપ્ન સાકાર થશે ? રામદેવભાઈએ કેન્દ્ર સરકારને કરેલી રજૂઆતમાં જણાવેલ છે કે ઓનલાઇન કામગીરી ન થઈ શકે તો મેન્યુઅલી કામગીરી શરૂ કરો જેથી લોકો પરેશાન ન બને અને જયાંથી પણ આ સર્વર કે ઇન્ટરનેટની સમસ્યા હોય તેનો કાયમી ધોરણે નિરાકરણ કરવા માંગ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...