પશુનો ત્રાસ:અમર ગામમાં આખલાએ ઢીક મારતા મહિલાને ગંભીર ઇજા

પોરબંદર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જામનગર રીફર કરવામાં આવ્યા,રખડતા પશુનો ત્રાસ

કુતિયાણાના અમર ગામે આખલાઓનો ત્રાસ જોવા મળે છે. આખલાએ એક મહિલાને ઢીકે ચડાવતા મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી જામનગર હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા છે. પોરબંદર જિલ્લામાં રખડતા આખલાઓનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. કુતિયાણાના અમર ગામે રહેતા કંચનબેન જેન્તીભાઈ વાજા નામની 55 વર્ષીય મહિલા પાણી ભરતા હતા ત્યારે આખલો દોડી આવ્યો હતો અને આખલાએ આ મહિલાને પગમાં માથું મારી દેતા આ મહિલાને પગમાં ગંભીર ઇજા પહોંચી હતી અને પડી ગયા હતા.

108 એમ્બ્યુલન્સ મારફત આ મહિલાને સારવાર માટે પોરબંદરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મહિલાના પગમાં 2 ફેક્ચર હોય અને વધુ સારવાર માટે જામનગરની હોસ્પિટલમાં આ મહિલાને રીફર કરવામાં આવ્યા છે. મહિલાએ જણાવ્યું હતું કે ગામમાં આખલાઓનો ત્રાસ છે. તહેવાર ટાણે જ આખલાના કારણે દિવાળી હોસ્પિટલમા કરવી પડશે. રઝળતા પશુઓને પકડવામાં આવે તેવી માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...