આયોજન:ફીડરનું વિભાજન, ટ્રાન્સફોર્મર બદલવા તેમજ સ્ટાફ ફાળવવા આયોજન કરાયું

પોરબંદર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર જિલ્લામાં PGVCL દ્વારા સમીક્ષા બેઠક યોજાઈ

પોરબંદર જિલ્લામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વીજ સમસ્યાઓને લઈને એક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં વિવિધ પ્રકારના વીજ પ્રશ્નોને લઈને ચર્ચા કરી તેનું નિવારણ કરવા આયોજન કરાયું હતું. પોરબંદરમાં યોજાયેલી PGVCL ની એક સમીક્ષા બેઠકમાં પોરબંદરના ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં વીજ સમસ્યાઓ વધારે જોવા મળી રહી છે જેમ કે બગવદર વિસ્તાર, ઉમિયાવદર 66 કેવી સબ સ્ટેશન, 66 કેવી શિંગડા અને રાણા રોજીવાડા ખાતે કાયમી વધારાની ટીમ મૂકી અને ફોલ્ટ રીપેરીંગ ની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા, છત્રાવા જ્યોતીગ્રામ ફીડરનું વિભાજન કરવું,

ગામડાઓમાં લો વોલ્ટેજના પ્રશ્નો માટે નવા ટ્રાન્સફોર્મર મુકવા તેમજ નવા ખેતીવાડી બીજ જોડાણની કામગીરી ઝડપથી કરાવી, પોરબંદરમાં વધુ ટ્રાન્સફોર્મર ફાળવવા, બળેલા ટ્રાન્સફોર્મર ઝડપથી બદલવા તથા વનાણા જીઆઇડીસી ખાતે નવું વીજ સ્ટેશન મંજૂર કરવા તેમજ વધારાનો કાયમી સ્ટાફ ફાળવવા અંગે આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદર ખાતે યોજાયેલી આ સમીક્ષા બેઠકમાં PGVCL ના જોઈન્ટ મેનેજિંગ ડાયરેક્ટર કીર્તિ શર્મા, ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુબેન કારાવદરા, ગોપાલભાઈ કોઠારી, તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતાપભાઈ કેશવાલા, રાણાવાવ તાલુકા પંચાયતના પ્રમુખ સામતભાઈ મોઢવાડિયા, વનાણા જીઆઇડીસી ના પ્રમુખ દિલીપભાઈ સુંડાવદરા તેમજ પીજીવીસીએલના કાર્યપાલક ઇજનેર દિનેશ કામાણી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...