રજુઆત:મોઢવાડા ગામે જયોતિગ્રામ તથા લીરબાઇ ફીડરને અલગ કરો

બગવદર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફીડરમાં ફોલ્ટ સર્જાય ત્યારે આખી લાઇન બંધ કરવી પડે છે

મોઢવાડા ગામે જયોતિગ્રામ તથા લીરબાઇ ફીડરને અલગ કરવા માંગ કરવામાં આવી છે. જેમાં ગામના સરપંચ દ્વારા એવી રજૂઆત કરવામાં આવી છે કે એક ફીડરમાં ફોલ્ટ સર્જાય છે ત્યારે ફરજીયાત આખી લાઇન બંધ કરવી પડી રહી છે.મોઢવાડા ગામના સરપંચ દ્વારા પીજીવીસીએલના ઇજનેરને એવી રજૂઆત કરવામાં આવી છે કે મોઢવાડા ગામમાં ગ્રામજયોતિ તથા લીરબાઇ ફીડર એક જ પોલમાં તાર હોવાથી લીરબાઇ ફીડરમાં ફોલ્ટ સર્જાય છે ત્યારે ફરજીયાત ગ્રામજયોતિ બંધ કરવી પડે છે.

જયારે લીરબાઇ ફીડર વાડી વિસ્તારમાં જતી લાઇન હોવાથી અહીં વારંવાર ફોલ્ટ સર્જાતા હોવાથી આ બંને લાઇનો એક જ પોલમાં હોવાથી આ લાઇન અલગ કરવામાં આવે તો આ સમસ્યાનું નિરાકરણ આવી શકે તેમ છે. જયારે કે મોઢવાડાના ગ્રામજનો લાઇટ બીલ ગ્રામજયોતિનું ભરે છે અને લાઇટ વાડી વિસ્તારની મળે છે.

ઉપરાત ગ્રામ જયોતિના 6 પોલ તળાવમાં આવેલા છે ત્યારે આ પોલ પરથી વાયર તૂટે અથવા કોઇને જાનહાની થાય તો તેની સંપૂર્ણ જવાબદારી આપની કચેરીની રહેશે. આ અંગે અનેક વખત રજૂઆતો કરી હોવાથી વહેલી તકે યોગ્ય નિરાકરણ કરવા પીજીવીસીએલના ઇજનેરને રજુઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...