સેવાયજ્ઞ:પોરબંદરના સિનિયર સીટીઝનોને નિ:શુલ્ક યાત્રાએ લઇ જવાયા

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક સેવાભાવી બિલ્ડર દ્વારા છઠી વખત આ સેવાયજ્ઞ યોજાયો

પોરબંદરના એક જાણીતા બિલ્ડર દ્વારા 60 જેટલા સીનીયર સિટીઝનોને ગોકુળ, મથુરા, હરિદ્વાર જેવા ધાર્મિક સ્થળોની યાત્રા કરાવવામાં આવી હતી. તેમના દ્વારા છઠી વખત સેવાયજ્ઞ યોજાયો હતો. પોરબંદર શહેરના જાણિતા બિલ્ડર ભાયાભાઇ રાજશીભાઇ ઓડેદરાના પરિવાર દ્વારા સતત છઠી વખત 60 જેટલા સીનીયર સીટીઝનોને જુદા-જુદા યાત્રધામોના દર્શનાર્થે નિ:શુલ્ક લઇ જવાયા હતા.

જેમાં 15 દિવસની આ યાત્રામાં હરિદ્વાર, ગોકુળ, મથુરા, વૃંદાવન, શ્રીનાથજી સહિતના યાત્રાધામોની જાત્રા કરાવવામાં આવી હતી. ભાયાભાઇનો પરિવાર ઘણા વર્ષોથી આ યાત્રાનું આયોજન કરે છે અને તેમણે આ છઠી વખત સીનીયર સીટીઝનોને નિ:શુલ્ક યાત્રા કરાવી હતી. તે ઉપરાંત તેમના ઘરેથી દરરોજ સવાર-સાંજ 40 લોકો રખડતા ભટકતા લોકો માટે ભોજન પણ પહોંચાડવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...