તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માર્ગદર્શન:પોરબંદરમાં ગૃહઉદ્યોગ થકી મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે સેમિનાર યોજાયો

પોરબંદર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મહિલાઓને ગૃહઉદ્યોગ વિષે પાયાથી માંડીને વેચાણ સુધીની પ્રક્રિયાનું માર્ગદર્શન અપાયું

પોરબંદરમાં શ્રી સુદામાપુરી આત્મનિર્ભર ગૃહઉદ્યોગ સંસ્થાપનના માધ્યમથી એક સેમીનાર યોજાયો હતો, જેમાં શહેરના મહિલાઓ વિવિધ ગૃહઉદ્યોગો દ્વારા કમાણી કરીને આત્મનિર્ભર બને તેવા ઉમદા હેતુથી મહિલાઓને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. પોરબંદર શહેરના મહિલાઓ વિવિધ ગૃહઉદ્યોગ દ્વારા આર્થિક રીતે પગભર બની આત્મનિર્ભર બને તેવા ઉમદા હેતુથી પોરબંદરની શ્રી સુદામાપુરી આત્મનિર્ભર ગૃહઉદ્યોગ સંસ્થાપન નામની સંસ્થા દ્વારા શહેરના સત્યનારાયણ મંદિરના હોલમાં એક સેમીનાર યોજાયો હતો. આ ગૃહઉદ્યોગ સેમીનારમાં મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ઉપસ્થિત મહિલાઓને વિવિધ ગૃહઉદ્યોગ વિષે સવિસ્તાર પૂર્વક માહિતી આપવામાં આવી હતી અને ગૃહઉદ્યોગની સ્થાપનાથી માંડીને કાચો માલ, ઉત્પાદન, ગુણવતા, માર્કેટીંગ તથા તૈયાર માલના વેચાણ સુધીની તમામ માહિતી આપવામાં આવી હતી. શહેરના જાણીતા ઉદ્યોગપતિ પદુભાઇ રાયચુરા દ્વારા વિવિધ પ્રકારના ગૃહઉદ્યોગોની માહિતી-સભર એવી કુલ ૨૦ પુસ્તિકાઓ તૈયાર કરવામાં આવી છે.

શહેરના જાણીતા ઉદ્યોગપતિ પદુભાઇ રાયચુરા સહિત શ્રી સુદામાપુરી સંસ્થાના વંદનાબેન રૂપારેલ, દુર્ગાબેન લાદીવાલા તેમજ SBI બેંકના સ્વરોજગાર તાલીમ કેન્દ્રના ડાયરેક્ટર હરેશભાઇ મિસ્ત્રી, CED ના મેહુલભાઇ સોલંકી, ભરતભાઇ માખેચા વગેરે આગેવાનો ઉપસ્થિત રહી સૌને પ્રોત્સાહિત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો