શિક્ષણ:સેલ્ફ ફાઈનાન્સ શાળાઓને લીધે ગ્રાન્ટેડ શાળાના અસ્તિત્વ સામે જોખમ સર્જાયું

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદરના કોંગ્રેસ અગ્રણી દ્વારા રાજ્યના શિક્ષણ મંત્રીને રજૂઆત
  • રાજ્યમાં 10 વર્ષમાં 1500 જેટલી ગ્રાન્ટેડ શાળાઓ બંધ થઇ ચૂકી છે

પોરબંદર કોંગ્રેસના અગ્રણી રામદેભાઇ મોઢવાડીયા દ્વારા રાજ્ય સરકારના શિક્ષણ મંત્રીને રજૂઆત કરી એવું જણાવવામાં આવ્યું છે કે ભાજપના શાસનમાં સેલ ફાઈનાન્સ શાળાઓને પીળો પરવાનો અપાયો છે. જેના કારણે શિક્ષણ ખૂબ મોંઘું બન્યું છે.રાજ્યમાં 1994થી સરકારે સેલ ફાઈનાન્સ શાળાઓ શરૂ કરવા મંજૂરી આપવાની શરૂઆત કરી હતી, ત્યારથી ગ્રાન્ટેડ શાળાઓને મંજૂરી આપવાનું સરકારે ધીમે ધીમે બંધ કરી દીધું છે. નવી ગ્રાન્ટેડ શાળાને આજના સમયમાં મંજૂરી મળતી નથી. રાજ્યમાં એક દાયકામાં 1500 ગ્રાન્ટેડ શાળાઓ બંધ થઈ હતી.

છેલ્લા 10 વર્ષમાં 1500 જેટલી ગ્રાન્ટેડ શાળાઓ રાજ્યભરમાંથી બંધ થઈ ચૂકી છે. સરકાર તરફથી અપાતી અપૂરતી સુવિધાઓને કારણે ગ્રાન્ટેડ શાળાના સંચાલકો શાળા બંધ કરવા મજબૂર બન્યા છે. 2010માં રાજયભરમાં અંદાજે ૪૫૦૦ જેટલી ગ્રાન્ટેડ શાળાઓ હતી, જે ઘટીને ત્રણ હજાર જેટલી છે. સરકારની નીતિના કારણે ગ્રાન્ટેડ સ્કૂલો બંધ થઈ રહી તે ચિંતાજનક હોવાનું કોંગ્રેસે જણાવ્યું હતું. સેલ્ફ ફાયનાન્સ શાળાઓને લીધે ગ્રાન્ટેડ શાળાના અસ્તિત્વ સામે જોખમ સર્જાયુ હોવા અંગે શિક્ષણ મંત્રીને રજૂઆત કરી યોગ્ય કરવામાં આવે તેવી માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...