તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્વામિત્વ યોજના:પોરબંદર તાલુકાના કુલ 56 ગામની સ્વામિત્વ યોજના અંતર્ગત પસંદગી

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગામડાઓની તમામ મિલકતોને સ્વામિત્વ યોજના અંતર્ગત એક ખાસ અંતિમ ઓળખ મળશે
  • રાજ્યમાં સૌપ્રથમ વખત ડ્રોન ટેકનોલોજી દ્વારા માપણીની કામગીરી સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા કરાશે

ગામે ગામે સ્થાવર મિલકત મિલ્કતની આકારણી માપણી કરી તેની ઓળખ માટેના આધારભૂત દસ્તાવેજ મળી શકે અને તે મિલકત પર લોન કે એવી અન્ય કોઈ સુવિધા મેળવી શકે તે માટે પોરબંદર જિલ્લાના પોરબંદર તાલુકાના કુલ 56 ગામોની સ્વામિત્વ યોજના અંતર્ગત પસંદગી થયેલ છે. હાલ જિલ્લામાં ડીઆઈઆરએલ કચેરી દ્વારા એન.ડી. રૂપારેલીયા હાઈસ્કુલ માધવપુર અને જિલ્લા સેવા સદન1 ની કોરસ સસીટ માટે પસંદગી કરવામાં આવેલ છે. કોરસ સ્ટેશન સ્થાપ્યા બાદ આ સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે.

ગ્રામજનોએ પોતાની મિલકતને લગતા દસ્તાવેજો, હુકમો, ઘરવેરા પાવતી, બાંધકામ મંજુરી લાઈટ બીલ અન્ય કોઈ પણ દસ્તાવેજી પુરાવા હોય તે ડોક્યુમેન્ટ કલેકશન કામગીરી વખતે સરવે ટીમને પાવતી મેળવીને આપવાના રહેશે. આ યોજના અંતર્ગત ગામડાઓની તમામ મિલકતોને એક ખાસ અંતિમ ઓળખ મળશે, જેમાં ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ વખત ડ્રોન ટેકનોલોજી દ્વારા માપણી કામગીરી સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવનાર છે.

માપણી કામગીરીની શરૂઆત થાય તે પહેલા ગામજનોને માહિતગાર કરાય અને ગામની ગ્રામ પંચાયત દ્વારા મિલકતદારો તેમની મિલકતોની હદ જણાવે તે માટે ચૂના હદ નિશાન કરવામાં આવશે. અને ત્યાર બાદ ડ્રોન સરવે વિથ ટેપીંગ પ્રક્રિયા કરીને ગામડાઓની તમામ મિલકતોની માપણી કરી આવશ્યક આધાર પુરાવા મેળવી, વેરિફિકેશન, વાંધા નિકાલ, આખરી રેકર્ડ આધારે નવા પ્રોપર્ટીકાર્ડ આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...