તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરણી:સમસ્ત ખારવા સમાજના યુવા વાણોટની વરણી

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 56માં વાણોટ તરીકે પવન શિયાળે સુકાન સંભાળ્યું, ઉપપ્રમુખ તરીકે વીનું બાદરશાહીની પસંદગી

પોરબંદરમાં સમસ્ત ખારવા સમાજના વાણોટ તરીકે પવન શિયાળની વરણી કરવામાં આવી છે જ્યારે ઉપપ્રમુખ તરીકે વીનું બાદરશાહીની વરણી કરાઈ છે.સમસ્ત ખારવા જ્ઞાતિ પોરબંદરના વાણોટ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી. પોરબંદરમાં ખારવા સમાજમાં પરંપરાગત રીતે પ્રમુખની વરણી થાય છે. તા. 10/07/1814 થી આ પરંપરા ચાલી આવે છે એટલેકે 207 વર્ષથી પ્રમુખની વરણી પરંપરા ચાલી આવે છે.

ટર્મ પૂરી થાય ત્યારે 9 ડાયરા માંથી ખારવા સમાજના 27 પટેલ ચૂંટાઈ છે અને બાદ સમાજમાં મિટિંગ યોજી વાણોટ તરીકે સમાજના કામ કરનાર વ્યક્તિની વરણી કરાઈ છે. વાણોટનું ગુજરાત મા આગવું સ્થાન હોય છે. આજે 56મા વાણોટ તરીકે સર્વાનુમતે પવન જશુભાઈ શિયાળની વરણી કરવામાં આવી હતી. પવન જશુભાઈ શિયાળને બાળકીઓ દ્વારા કુમકુમ તિલક કરી, સાફો પહેરાવી વાણોટની ગાદી પર બેસાડવામાં આવ્યા હતા. પવન શિયાળ 33 વર્ષની વય ધરાવતા આગેવાન છે અને પ્રથમ વખત યુવા વાણોટને ખારવા સમાજનું સુકાની સોંપ્યું છે.

યુવા વાણોટ પવને જણાવ્યું હતું કે માછીમાર સમાજના પ્રશ્નો તેમજ નાનામોટા પ્રશ્નોનું નિરાકરણ લાવવા સતત પ્રયાસ કરશે તેમજ નવું બંદર બનાવવા માટે અને જેતપુરના ઉદ્યોગોનું કેમિકલ યુક્ત પાણી દરિયામાં છોડવા અંગેના પ્રોજેકટ બાબતે પણ સમાજના હિતમાં કામ કરશે. આ પ્રસંગે ઉપપ્રમુખ તરીકે વિનુભાઈ કાનજીભાઈ બાદરશાહીની પણ વરણી કરવામાં આવી હતી. પૂર્વ પ્રમુખ પ્રેમજીભાઈ ખુદાઈ સહિતના ખારવા સમાજના આગેવાનો અને કાર્યકરોએ નવા પ્રમુખ, ઉપપ્રમુખને પુષ્પહાર પહેરાવી શુભેરછાઓ પાઠવી છે.

પવન શિયાળના પરિવારનું સમાજમાં યોગદાન રહ્યું છે
સમસ્ત ખારવા સમાજમા વાણોટ તરીકે વરણી પામેલ પવન શિયાળના પિતા જશુભાઈ ગગનભાઈ શિયાળ વાણોટ તરીકે સેવા બજાવી ચુક્યા છે. પવનના માતા જીવીબેન પાલિકા પ્રમુખ રહી નોંધનીય કામગીરી કરી ચુક્યા છે. તેમના કાકા રણછોડભાઈ અને હીરાલાલ શિયાળ પણ પાલિકામા ચૂંટાઈને ઉચ્ચપદે રહી સેવા આપી ચુક્યા છે. આમ પરિવારજનોનો પણ સેવા કાર્યમાં દબદબો રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...