ભારતના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ અને નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી કોમ્યુનિકેશન દ્વારા યોજાયેલ નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસમાં સીમર હાઇસ્કૂલના બે પ્રોજેક્ટ રાજ્યકક્ષા માટે પસંદગી પામી અને સાયન્સ સીટી ખાતે પોરબંદરનું પ્રતિનિધિત્વ કર્યું હતુ. ભારતના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ અને નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી કોમ્યુનિકેશન દ્વારા રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદનું આયોજન કરવામાં આવે છે. જેમાં સીમરની શ્રી શારદા વિદ્યામંદિર હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ રજૂ કરેલ બે પ્રોજેક્ટની જિલ્લા કક્ષાએ પસંદગી થયા બાદ રાજ્યકક્ષા માટે સાયન્સ સિટી મુકામે રજૂ થયા હતા.
પોરબંદરના મત્સ્ય ઉધોગ પર વાતાવરણીય અસરોનો અભ્યાસ તથા માનવ જીવન પર પાણીની થતી અસરો પ્રોજેક્ટ રજુ કર્યા હતા. આ વર્ષની મુખ્ય થીમ અન્ડરસ્ટેન્ડિંગ ઇકો સિસ્ટમ ફોર હેલ્થ એન્ડ વેલબિંગ હતી. જે અંતર્ગત સીમર હાઈસ્કુલની વિદ્યાર્થિનીઓ ઓડેદરા અંકિતા, મોઢવાડીયા કિરણ, શીડા ભાવિશા અને કારાવદરા મનાલી દ્વારા જિલ્લાકક્ષાએ બે પ્રોજેક્ટ રજૂ કર્યા હતા. જિલ્લામાંથી 225 જેટલા બાળ સંશોધકોએ પોતાના પ્રોજેક્ટ રજૂ કર્યા હતા. તેમાં સીમર હાઈસ્કુલના બે પ્રોજેક્ટ રાજ્યકક્ષા માટે પસંદગી પામ્યા હતા, ત્યાર બાદ સાયન્સ સિટી ખાતે ખુબજ સરસ રીતે રજૂ કરવામાં આવ્યા હતા.
આ બંને પ્રોજેક્ટ શાળાના વિજ્ઞાન શિક્ષક અને આચાર્ય ધવલ ખુંટી અને કેશુ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન અને વૈજ્ઞાનિક સંશોધન કેવી રીતે થાય તે બાબતની વિદ્યાર્થીઓને સમજ કેળવવાની કેળવણી શાળાના વિજ્ઞાન શિક્ષકો દ્વારા આપવામાં આવે છે. આ તકે રાજ્યકક્ષા માટે પસંદગી પામનાર વિદ્યાર્થીઓ તથા તેમને માર્ગદર્શન આપનાર શિક્ષક ગણને શાળાના ટ્રસ્ટી તથા પોરબંદર જિલ્લા શિક્ષણ અધિકારી, સીમર ગામના સરપંચ તેમજ અન્ય ટ્રસ્ટીગણે અને વાલીગણે આ વિશિષ્ટ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.