પસંદગી:નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસમાં રાજ્યકક્ષાએ સીમર હાઈસ્કુલે પોરબંદરનું પ્રતિનિધિત્વ કર્યું

પોરબંદર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદરના મત્સ્ય ઉદ્યોગ પર વાતાવરણીય અસરોનો અભ્યાસ તથા માનવ જીવન પર પાણીની થતી અસરો પ્રોજેક્ટ રજુ કર્યા, રાજ્યકક્ષાએ 2 પ્રોજેક્ટની પસંદગી કરાઇ

ભારતના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ અને નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી કોમ્યુનિકેશન દ્વારા રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદનું આયોજન કરવામાં આવે છે. જેમાં સીમરની શારદા વિદ્યામંદિર હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ રજૂ કરેલ 2 પ્રોજેક્ટની જિલ્લા કક્ષાએ પસંદગી થયા બાદ રાજ્ય કક્ષા માટે સાયન્સ સિટી મુકામે રજૂ થયા હતા. જેમા પોરબંદરના મત્સ્ય ઉધોગ પર વાતાવરણીય અસરોનો અભ્યાસ તથા માનવ જીવન પર પાણીની થતી અસરો પ્રોજેક્ટ રજુ કર્યા હતા.

આ વર્ષની મુખ્ય થીમ અન્ડરસ્ટેન્ડિંગ ઇકો સિસ્ટમ ફોર હેલ્થ એન્ડ વેલબિંગ હતી. જે અંતર્ગત સીમર હાઈસ્કુલની વિદ્યાર્થિનીઓ ઓડેદરા અંકિતા, મોઢવાડીયા કિરણ, શીડા ભાવિશા અને કારાવદરા મનાલી દ્વારા જિલ્લાકક્ષાએ બે પ્રોજેક્ટ રજૂ કર્યા હતા. જિલ્લા માંથી 225 જેટલા બાળ સંશોધકોએ પોતાના પ્રોજેક્ટ રજૂ કર્યા હતા તેમાં સીમર હાઈસ્કુલના 2 પ્રોજેક્ટ રાજ્ય કક્ષા માટે પસંદગી પામ્યા હતા. ત્યારબાદ સાયન્સ સિટી ખાતે રજૂ કરવામાં આવ્યા હતા. આ બંને પ્રોજેક્ટ શાળાના વિજ્ઞાન શિક્ષક અને આચાર્ય ધવલભાઇ ખુંટી અને કેશુભાઇ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવ્યા હતા.

રાજ્યકક્ષા માટે પસંદગી પામનાર વિદ્યાર્થીઓ તથા તેમને માર્ગદર્શન આપનાર શિક્ષક ગણને શાળાના ટ્રસ્ટી વિરમભાઈ કારાવદરા, પોરબંદર જિલ્લા શિક્ષણ અધિકારી કણસાગરા, સીમર ગામના સરપંચ તેમજ અન્ય ટ્રસ્ટીગણે અને વાલીગણે આ વિશિષ્ટ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...