સુવિધા ફરી શરૂ:પોરબંદર-રાજકોટ-પોરબંદર ટ્રેનમાં સીઝન ટીકીટ શરૂ થશે

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જે મુસાફરોની અવધિ બાકી હતી તે મુસાફરોને ટિકીટમાં જમા અપાશે
  • કોરોના અને લોકડાઉન દરમિયાન બંધ થયેલી સુવિધા ફરી શરૂ કરાઇ

કોરોના અને લોકડાઉનના સમયગાળામાં બંધ કરી દેવામાં આવેલી મોટા ભાગની ટ્રેનો શરૂ કરાયા બાદ આજ થી પોરબંદર-રાજકોટ-પોરબંદર વચ્ચે ચાલતી ટ્રેનના મુસાફરો સીઝન ટીકીટનો પણ ઉપયોગ કરી શકશે તેવું રેલ્વે તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.

કોરોનાની બીજી લહેરનું સંક્રમણ ઓછું થયા બાદ પોરબંદર રેલ્વે સ્ટેશન પરથી ચાલતી અનેક ટ્રેનોને પુન: શરૂ કરવામાં આવી છે. જેને લીધે રેલ્વે મુસાફરી ધીરે ધીરે પાટે ચડી રહી છે. પાટે ચડેલી આ ગાડીને વધુ વેગવંતી બનાવવા રેલ્વે તંત્ર દ્વારા આજથી પોરબંદર-રાજકોટ-પોરબંદર વચ્ચે ચાલતી જાવકમાં ટ્રેન નંબર 9574 અને આવકમાં ટ્રેન નંબર 9573 માં સીઝન ટીકીટ પુન: શરૂ કરવાનો નિર્ણય કરાતા આજથી સીઝન ટીકીટ રેલ્વે મુસાફરી દરમ્યાન માન્ય ગણાશે.

મુસાફરો જૂની સીઝન ટીકીટ બુકીંગ કાઉન્ટર પર રજૂ કરીને નવી સીઝન ટીકીટ મેળવી શકશે તેમજ લોકડાઉન પહેલા જે મુસાફરોની સીઝન ટીકીટની અવધી બાકી હતી તે મુસાફરોને 15-09-2021 પછી આ અવધી નવી સીઝન ટીકીટમાં જમા આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...