સુવિધા:પોરબંદરની 4 ટ્રેનોમાં સીઝન ટિકીટ ધારકોને મુસાફરીની છૂટ

પોરબંદર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર-ભાણવડ ટ્રેનમાં મુસાફરી કરી શકશે

પોરબંદરની 4 ટ્રેનોમાં મુસાફરોની માંગ અને સુવિધાઓને ધ્યાનમાં લઇને સીઝન ટીકીટ ધારકોને મુસાફરીની છૂટ આપવામાં આવી છે. હવેથી પોરબંદર-ભાણવડ-પોરબંદર ટ્રેનોમાં સીઝન ટીકીટ ધારકો મુસાફરી કરી શકશે. ભાવનગર રેલવે ડિવિઝનની પોરબંદરની 4 ટ્રેનોમાં સિઝન ટિકિટ ધારકોને મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી છે.

મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ તાત્કાલિક અસરથી ભાવનગર ડિવિઝનની 4 ટ્રેનો નંબર 09549/09550 ભાણવડ-પોરબંદર-ભાણવડ અને ટ્રેન નંબર 09551/09552 ભાણવડ–પોરબંદર-ભાણવડ પેસેન્જર ટ્રેનોમાં સિઝન ટિકિટ ધારકોને મુસાફરી કરવાની મંજૂરી આપી છે. ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા અનુસાર મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે મુસાફરી દરમિયાન સ્થાનિક/રાજ્ય વહીવટીતંત્ર દ્વારા જારી કરાયેલ COVID-19 પ્રોટોકોલનું પાલન કરે.

અન્ય સમાચારો પણ છે...