શોધખોળ:શહેર ભાજપ પ્રમુખની ઓફિસમાં તોડફોડ કરનાર આરોપીની શોધખોળ

પોરબંદર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અન્ય જિલ્લામાં હોવાની બાતમી, ટીમો બનાવી આરોપીને ઝડપી લેવા પ્રયાસ

શહેર ભાજપ પ્રમુખની ઓફિસમાં તોડફોડ કરનાર આરોપીની પોલીસે શોધખોળ હાથ ધરી છે. પોરબંદરમાં ખીજડીપ્લોટ સામે આવેલ શહેર ભાજપ પ્રમુખ પંકજભાઈ મજીઠીયાની ઓફિસ પર ગઈકાલે શુક્રવારે સવારે 11 કલાકે 4 શખ્સો કુહાડી અને પાઇપ જેવા હથિયાર સાથે ઘસી આવ્યા હતા અને ઓફિસમા તોડફોડ કરી બાઇકમા પણ તોડફોડ કરી નાશી છૂટયા હતા. દિન દહાડે આ બનાવ બનતા શહેરભરમાં ચકચાર મચી હતી.

ધરમપુરમા આવેલ જમીન બાબતે આ હુમલો થયો હોય અને આ જમીન પ્રકરણમા એક યુવાને આપઘાત કરી લેતા પોલીસ મથકે એડી દાખલ થઈ હતી જેનું નિવેદન આપવા પંકજ મજીઠીયા પણ ગયા હતા. ઓફિસમાં તોડફોડ થતા દેવશી સીડા સહિત 4 શખ્સ સામે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. વધુ તપાસ પીઆઇ એચ. બી. ધાંધલીયા ચલાવી રહ્યા છે. આરોપીઓ અન્ય જિલ્લામાં હોવાની બાતમી મળતા પોલીસે ટીમો બનાવી આરોપીને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...