તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભારત દેશના પ્રત્યેક વિદ્યાર્થીઓમાં સંશોધન પ્રત્યે રૂચિ કેળવાય તે હેતુથી છેલ્લા 27 વર્ષથી ભારતના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ અને નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી કોમ્યુનિકેશન દ્વારા રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ નું 10 થી 17 વર્ષની વયના વિદ્યાર્થીઓ માટે આયોજન કરવામાં આવે છે. આ આયોજન ના ભાગ રૂપે નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ જિલ્લા કક્ષાની સ્પર્ધા શ્રી સહજાનંદ સ્વામી લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા યોજાઇ હતી જેમાં શ્રી શારદા વિદ્યામંદિર ઉચ્ચતર માધ્યમિક શાળા સિમર ના 2 પ્રોજેક્ટ રાજ્યકક્ષાએ પસંદગી પામ્યા હતા.
બાદ તા. 28 થી 30 જાન્યુઆરી દરમિયાન રાજ્યકક્ષાની રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ નું આયોજન વર્ચ્યુઅલ કરવામાં આવેલ. જેમાં સમગ્ર રાજ્યમાંથી 160 જેટલા બાળ વૈજ્ઞાનિકોએ પોતાનું પ્રેઝન્ટેશન રજુ કરેલ. જેમાં શ્રી શારદા વિદ્યામંદિર હાઇસ્કૂલની વિદ્યાર્થીની ધ્રાંગુ મહેશ્વરી રણમલભાઇ અને શિવાની રમણભાઈએ સીમર ગામના પીવાલાયક પાણીમાં ફ્લોરાઇડ અને નાઇટ્રેટના પ્રમાણનો અભ્યાસ પર સંશોધનાત્મક પ્રોજેક્ટ રજૂ કર્યો હતો. વર્ષ 2020 અને 21 માટે નિરંતર ટકાઉ જીવનનિર્વાહ માટે વિજ્ઞાન મુખ્ય વિષય અંતર્ગત પાંચ પેટા વિષયો આધારીત સંશોધનકાર્ય રજૂ કરવામાં આવ્યા હતા.
જેમાં શાળાના વિજ્ઞાન શિક્ષક કેશુભાઈ ઓડેદરા ના માર્ગદર્શન અંતર્ગત મહેશ્વરીએ પ્રોજેક્ટ રજૂ કર્યો હતો જે પ્રોજેક્ટની રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામતા શાળા તેમજ પોરબંદર જિલ્લાનું નામ રોશન કરેલ છે. આવનારા સમયમાં ગુજરાતના 32 બાળ વૈજ્ઞાનિકો સાથે મહેશ્વરી ચંદીગઢ ખાતે ગુજરાત રાજ્ય નું પ્રતિનિધિત્વ કરશે. આ પ્રોજેક્ટ રાષ્ટ્રીય સ્તરે પસંદગી પામતા સમગ્ર શાળા પરિવારમાં હર્ષની લાગણી પ્રસરી હતી.
આ તકે શાળાના આચાર્યે ધવલભાઇ ખુંટી તથા સમગ્ર શાળા પરિવાર તેમજ વિદ્યાર્થીઓને જિલ્લા શિક્ષણ અધિકારી, લોકવિજ્ઞાન કેન્દ્રના કો-ઓર્ડીનેટર વિવેકભાઈ તેમજ એકેડેમિક કોર્ડીનેટર, ટ્રસ્ટીગણ ,ગામના સરપંચ તથા ગામના અન્ય આગેવાનોએ ખુબ ખુબ શુભેચ્છાઓ આપી હતી અને વિદ્યાર્થીની હવે નેશનલ લેવલે પણ ઉત્તમ રજૂઆત કરે તેવા આશિષ પાઠવ્યા હતા.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.