તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:ગ્રામ્ય વિસ્તારમાં 5 કરોડના કામોને મંજૂરીની મહોર, તમામ સભ્ય દ્વારા તમામ કામોને બહાલી અપાઇ

પોરબંદર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર જિલ્લા પંચાયત ખાતે સામાન્ય સભાનું આયોજન કરાયું

જિલ્લા પંચાયત ખાતે સામાન્ય સભાનું આયોજન કરાયું હતું જેમાં ગ્રામ્ય વિસ્તારમાં રૂ. 5 કરોડના કામોને મંજુરીની મહોર મારી છે. પોરબંદર જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજવામાં આવી હતી જેમાં જિલ્લા પંચાયતના તમામ પદાધિકારીઓ, પ્રમુખ મંજુબેન વનરાજભાઇ કારાવદરા, ઉપપ્રમુખ ગોપાલભાઈ કોઠારી,અઘ્યક્ષ કારોબારી સમિતિ ૨મેશભાઇ ઓડેદરા તથા જુદી જુદી શાખાના ચેરમેન, સદસ્યો તેમજ જિલ્લા વિકાસ અધિકારી અડવાણી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી એચ.એ.કડેચા, અને જિલ્લા પંચાયતના જુદા જુદા વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓ બેઠકમાં ઉપસ્થિત રહેલ હતા.

જિલ્લા પંચાયત પોરબંદરની ખાસ સામાન્ય સભાની બેઠકમાં જિલ્લાના વિકાસના કામો માટે 15માં નાણાપંચ હેઠળ જિલ્લા પંચાયત પોરબંદરને ફાળવવામાં આવેલ વર્ષ 2020-21 તેમજ વર્ષ 2021-22 ની કુલ રૂ. 5 કરોડની ગ્રાન્ટના પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પાયાની સુવિઘા માટે પીવાના પાણી, ગટર, ઘનકચરા નિકાલ માટે વાહન, એક ગામ થી બીજા ગામને જોડતા સી.સી. રસ્તા, કોઝ-વે, કોમ્યુનીટી હોલ, આંતરીક સ્ટ્રીટ લાઇટો, સી.સી.ટી.વી. કેમેરા સહિતના અનેક કામો જિલ્લા પંચાયતની 15મા નાણાપંચની આયોજન સમિતિમાં અધિકારીઓ દ્વારા સેકટર વાઇઝ સુચનો કરવામાં આવેલ હતા. તે તમામ કામો 15મા નાણાપંચની સમિતિના અઘ્યક્ષ જિલ્લા પંચાયતના પ્રમુખે બેઠકમાં મંજુર કરેલ હતા.

જે કામો જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભાની બેઠકમાં તમામ સભ્ય દ્વારા બહાલી આપવામાં આવી છે. બેઠકના અઘ્યક્ષ મંજુબેન કારાવદરાએ આ તમામ કામોને અઘ્યક્ષ સ્થાનેથી બહાલી આપી આગામી સમયમાં પણ ગામડાઓ વઘુ સમૃદ્ધ થાય તે માટે તમામ પુરતા પ્રયત્નો હાથ ઘરવામાં આવશે તેવું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...