તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઈફેક્ટ:હોટલ,રેસ્ટોરાં અને કેફે સેગમેન્ટ બંધ હોવાથી સીફૂડની નિકાસમાં 6.31 ટકા ઘટાડો

પોરબંદર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દેશમાંથી રૂ. 43,717.26 કરોડની મરીન પ્રોડક્ટ્સની નિકાસ થઈ, ગુજરાતમાંથી રૂ. 4185.95 કરોડની 203734 ટન નિકાસ
  • વર્ષ 20-21માં 11,49,341 એમટી સીફૂડની નિકાસ થઇ : હોટલ,રેસ્ટોરાં અને કેફે સેગમેન્ટ બંધ હોવાથી માંગને અસર પહોંચી

ભારતે વર્ષ 20-21માં 11,49,341 એમટી સીફૂડની નીકાસ કરી છે. કોરોનાને કારણે રૂપિયાની દ્રષ્ટિએ 6.31 ટકા અને ડોલરની દ્રષ્ટિએ 10.88 ટકાનો ઘટાડો નોંધાયો છે. દેશમાથી રૂ. 43,717.26 કરોડની મરીન પ્રોડક્ટ્સની નિકાસ થઈ જ્યારે ગુજરાત માંથી રૂ. 4185.95 કરોડની 203734 ટન નિકાસ થઈ છે.

કોવિડ મહામારી અને વિદેશી બજારોમાં સુસ્તતાની અસર ભારતીય સીફૂડ સેક્ટર ઉપર વર્તાઇ છે. વર્ષ 20-21માં દેશમાંથી રૂ. 43,717.26 કરોડ એટલેકે 5.96 બિલિયન ડોલરના મૂલ્યની 11,49,341 એમટી મરિન પ્રોડક્ટ્સની નિકાસ થઇ છે, જે અગાઉના વર્ષના વોલ્યુમની તુલનામાં ડોલરની દ્રષ્ટિએ 10.88 ટકા નીચે છે.અને રૂપિયા ની દ્રષ્ટિએ 6.31 ટકા નીચે છે. યુએસએ, ચાઇના અને યુરોપિયન સંઘ (ઇયુ) મુખ્ય આયાતકારો હતાં તેમજ શ્રિપે ટોચની નિકાસ ચીજ તરીકે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે અને તેના પછીના ક્રમે ફ્રોઝન ફીશ છે.

મરિન પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટીના ચેરમેન કે એસ શ્રીનિવાસે જણાવ્યું હતું કે, વર્ષના પ્રથમ અર્ધવાર્ષિકગાળામાં મહામારીની સીફૂડની નિકાસો ઉપર ભારે અસર થઇ હતી, પરંતુ વર્ષ 20-21ના અંતિમ ક્વાર્ટરમાં તેમાં સારો સુધારો થયો છે. શ્રીનિવાસે વધુમાં જણાવ્યું હતું કે મહામારીની અસર ઉપરાંત બીજા પરિબળોને કારણે વર્ષ 2020-21માં સીફૂડની નિકાસને નકારાત્મક અસર થઇ છે.

ઉત્પાદન મોરચે ઓછા ફિશિંગ દિવસો કારણે ફિશ લેન્ડિંગ માં ઘટાડો, ધીમા લોજીસ્ટિક અને બજારની અનિશ્ચિતતા, ફિશિંગ અને પ્રોસેસિંગ પ્લાન્ટમાં કામદારોની અછત, સીપોર્ટ્સ ઉપર કન્ટેનર્સની અછત કારણભૂત છે. એર ફ્રેઇટ ચાર્જીસમાં વધારો તેમજ ફ્લાઇટની મર્યાદિત ઉપલ્બધતાને કારણે વિશેષ કરીને હાઇ-વેલ્યુ ચિલ્ડ અને લાઇવ પ્રોડક્ટ્સની નિકાસને અસર થઇ છે. વિદેશી બજારોની સ્થિતિની પણ અસર થઇ છે.ચાઇનામાં કન્ટેનરની અછત, ફ્રેઇટ ચાર્જીસમાં વધારો તથા સીફૂડ કન્સાઇનમેન્ટ ઉપર કોવિડ ટેસ્ટિંગને કારણે બજારની અનિશ્ચિતતાને બળ મળ્યું હતું.

યુએસએમાં કન્ટેનર્સની અછતને કારણે નિકાસકારોને સમયસર ઓર્ડર્સ આગળ ધપાવવામાં મૂશ્કેલી થઇ હતી. હોટલ,રેસ્ટોરાં અને કેફે સેગમેન્ટ બંધ હોવાથી માંગને અસર થઇ હતી. જાપાન અને ઇયુમાં કોવિડને કારણે લોકડાઉનથી રિટેઇલ, રેસ્ટોરાં, સુપરમાર્કેટ્સ અને હોટલનો વપરાશ ઘટ્યો હતો. ગુજરાતની વાત કરીએ તો 203734 ટનની તેમજ રૂ. 4185.95 કરોડની નિકાસ થઈ છે.

2019-20માં કેટલા ટન નિકાસ?
વર્ષ 2019-20માં ભારતે રૂ. 46,662.85 કરોડ એટલેકે, 6.68 બિલિયન યુએસ ડોલરના મૂલ્યના 12,89,651 એમટી સીફૂડની નિકાસ કરી હતી,જે વર્ષ 2020-21માં રૂપિયાની દ્રષ્ટિએ 6.31 ટકા તથા ડોલરના મૂલ્યમાં 10.81 ટકાનો ઘટાડો છે.

ગુજરાતમાંથી સિફૂડની નિકાસની વિગત

આઈટમટનરૂ. કરોડમાં
ફ્રોઝન શ્રિપ16561790.7
ફ્રોઝન ફિશ1030501614.77
એફઆર કટલ ફિશ19004520.38
એફ આર સક્વિડ20564580.56
ડ્રાઈ આઈટમ8313114.54
લાઈવ આઈટમ20.31
ચિલ્ડ આઈટમ764.15
અન્ય36162560.55

ગુજરાત માંથી ક્યાં દેશમાં કેટલી નિકાસની વિગત

દેશટનરૂ. કરોડમાં
જાપાન24834447.95
યુએસએ5293246.41
યુરોપિયન યુનિયન385611201.64
ચાઈના730141313.36
સાઉથ ઇસ્ટ એશિયા34666590.06
મિડલ ઇસ્ટ4370117.27
અન્ય22996269.27

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...