તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગણી:પોરબંદરમાં સમુદ્રના મોજાથી ભેખડનું ધોવાણ થયું : ટેટ્રાપોલ મૂકવા માંગ ઉઠી

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચોપાટી ખાતે ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર નજીક ટેટ્રાપોલ મુકાય તો ભેખડનું ધોવાણ થતું અટકશે

પોરબંદરમાં સમુદ્રના મોજાથી ભેખડનું ધોવાણ થતું હોવાના કારણે ચોપાટી ખાતે ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર નજીક ટેટ્રાપોલ મુકાય તો ભેખડનું ધોવાણ અટકશે જેથી યોગ્ય કરવા માંગ ઉઠી હતી. પોરબંદર શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે ચોપાટીનું નવનિર્માણ કરવામાં આવ્યું છે ઇન્દ્રશ્વર મહાદેવના મંદિર નજીક સીમેન્ટ કોંક્રેટથી રોડ બનાવવામાં આવ્યો છે ત્યારે આ રોડની નજીક જ દરિયા કિનારા પર તાકાતવર મોજા ઉછળતા હોવાથી કિનારાની ભેખડો ધોવાઇ રહી છે. છેલ્લા થોડા વર્ષોથી નાનામોટા વાવાઝોડાના કારણે સમુદ્રના તાકતવર મોટા મોજા ઉછળતા હોય છે અને આ મોજા ભેખડ સાથે અથડાય છે જેથી સમુદ્રના કિનારાને નુકશાન પહોંચી રહ્યુ છે.

ભેખડના પથ્થરો તૂટવા લાગ્યા છે. ચોપાટી દરિયા કિનારા નજીક સીમેન્ટ રોડ હોય અને અમુક સ્થળે પથ્થરો તુટયા હોવાથી રસ્તો પણ જોખમી બન્યો છે. ખાસ કરીને અગાઉ આવેલ વાવાઝોડા વખતે ભેખડો તુટી ગઇ હોવાથી ઉપર સીમેન્ટ રોડને ટકાવી રાખવા પથ્થર ઉભા કરી સીમેન્ટ રોડને ટેકો આપી સંતોષ માનવામાં આવી રહ્યો છે અને હાલ ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે દરિયો તોફાની બનશે, તાકતવર મોજા પણ ઉછળશે જેથી આ ભેખડોને વધુ નુકશાન પહોંચશે.

જવાબદાર તંત્ર દ્વારા સમુદ્રના મોજાથી ભેખડો ધોવાતી અટકાવવા માટે યોગ્ય કામગીરી કરવી જરૂરી બની છે. કારણકે દરિયાના મોજા ઉછળીને સ્મશાનની દિવાલ નજીક પહોંચે છે જેથી ચોપાટી ખાતે ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર નજીક સમુદ્રના કિનારા આગળ ટેટ્રાપોલ મુકાય તો ભેખડનું ધોવાણ થતું અટકશે તેથી યોગ્ય કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...