તમાકુ નિષેધ દિવસ:તમાકુને કહો ના, જીવનને કહો હા, લોકોને સમજણ અપાઇ, જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ આરોગ્ય શાખા દ્વારા લોકોને માર્ગદર્શન અપાયું

પોરબંદર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 31મી મે વિશ્વ તમાકુ નિષેધ દિવસ અનુસંધાને તમાકુનું સેવન ન કરવા અપીલ

પોરબંદરમાં 31 મી મે વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિતે જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ આરોગ્ય શાખા દ્વારા જિલ્લાના જાહેર જનતાને અપીલ કરાઇ હતી. તમાકુના સેવનથી થતાં રોગ જેવા કે, મોઢાના કેન્સર, ફેફસાના રોગ, ટી.બી, અસ્થમા, હદયરોગ વગેરે  રોગ થાય છે. જેને કારણે દર વર્ષે ભારતમાં 10 લાખથી વધુ લોકોનું મૃત્યુ થાય છે. આવા રોગોથી બચવા તમાકુનું સેવન છોડવા અપીલ કરાઈ હતી. હાલમાં વિશ્વ નોવેલ કોરોના વાયરસ COVID-19 નાં સંક્રમણથી પ્રભાવીત છે. તેમજ જાહેરમાં થૂકવાથી પણ COVI-19 નો ફેલાવો થાય છે. જેથી જાહેરમાં થૂકવું નહીં તથા રોજીંદા સમયમાં માસ્કનો ઉપયોગ કરવો તેમજ જાહેરમાં છીંક, ઉધરસ ખાતી વખતે મો આડો રૂમાલ રાખવો તેમજ હાથ મિલાવવા નહીં સાવચેત રહી આરોગ્ય મય જીવન જીવવાનો સંકલ્પ લેવા જણાવ્યું હતુ. "તમાકુને કહો ના જીવનને કહો હા" આ પ્રકારની જાગૃતિ લોકોમાં આવે તે માટે સમજણ અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...