તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝુંબેશ:સેવ પોરબંદર સી કમિટી દ્વારા આજથી પોસ્ટકાર્ડ ઝુંબેશ શરૂ

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જેતપુરના ઉદ્યોગોનું કેમિકલ વાળું પાણી પોરબંદરના દરિયામાં ઠાલવવાની યોજના અમને મંજુર નથી

જેતપુરના ઉદ્યોગોનું કેમિકલ વાળું પાણી પોરબંદરના દરિયામાં ઠાલવવાની યોજના અમને મંજુર નથી તેવા પોસ્ટકાર્ડ લખાવવા માટે સેવ પોરબંદર સી કમિટી દ્વારા પોસ્ટકાર્ડ ઝુંબેશ આજથી શરૂ થશે. જેતપુરના ઉદ્યોગોનું કેમિકલ વાળું ઝેરી પ્રદુષિત પાણી પાઇપલાઇન મારફત પોરબંદરના સમુદ્રમાં ઠાલવવાની યોજનાનો વિરોધ ઉગ્ર બન્યો છે. સેવ પોરબંદર સી કમિટી દ્વારા સહી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે અને આ કમિટીના સભ્યો દ્વારા દરરોજ પોરબંદરવાસીઓની સહીઓ કરાવવામાં આવે છે.

આ કમિટી દ્વારા જેતપુરના ઉદ્યોગોનો કદળો પોરબંદર દરિયામાં ઠાલવવાની યોજના રદ કરવામાં આવે તે માટે પોસ્ટકાર્ડ ઝુંબેશ આજથી શરૂ કરવામાં આવશે. જેમાં જેતપૂરના સાડી ઉદ્યોગોનો કદળો પોરબંદરના દરિયામાં ઠાલવવાની યોજના અમને મંજુર નથી, આ પ્રોજેકટ રદ કરવાની વિનંતી સાથે પોસ્ટકાર્ડ દ્વારા મુખ્યમંત્રીને પોસ્ટકાર્ડ પોસ્ટ કરવામાં આવશે. આ કમિટી દ્વારા આજથી 151 જેટલા પોસ્ટકાર્ડ દરરોજ મુખ્યમંત્રીને પોસ્ટ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. આજથી પોસ્ટકાર્ડ ઝુંબેશ સવારે વાડીપ્લોટ, લીમડાચોક, માણેકચોક માર્કેટમાં પોસ્ટકાર્ડ લખવાનો કાર્યક્રમનું આયોજન કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...