શોધખોળ:ઘેડ વિસ્તારના ગરેજ ગામ વિસ્તારમાં સાવજના આંટાફેરા

પોરબંદર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વન વિભાગની ટીમ ગરેજ ગામે દોડી જઇ શોધખોળ હાથ ધરી

પોરબંદર જિલ્લાના ઘેડ પંથકમાં સાવજના આટા ફેરા દેખા દેતા ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતો દ્વારા વનવિભાગને આ અંગે જાણ કરતા વનવિભાગની ટીમ ગરેજ ગામે દોડી ગઇ હતી. ઘેડ વિસ્તારના ગરેજ ગામે ગુરુવારના રાત્રિના સમયે એક સિંહ આવી ચડ્યો હોવાની ઘટના બની છે જેના પગલે આ વિસ્તારના ખેડૂતોએ રાત્રિના સમયે ખેતરોમાં નહીં જવા ગ્રામજનોને અપીલ કરી છે. બીજી તરફ વનવિભાગની ટીમને પણ જાણ કરવામાં આવતા વનવિભાગની ટીમ ગરેજ ગામે પહોંચી ગઈ હતી.

માધવપુર પંથકમાં ગીરમાંથી સિંહ લટાર મારવા અવાર નવાર આ વિસ્તારમાં આવી પહોંચતા હોય છે ત્યારે ઘરે જ ગામે ગુરૂવારની રાત્રિના હનુમાન મંદિર નજીક એક સિંહ જોવા મળ્યો હતો અને ત્યાંથી રણ વિસ્તાર તરફ ગયો હોવાનું સ્થાનિક ખેડૂતોની નજરે ચડયો હતો. આથી તેમણે ગરેજ ગામના સરપંચ અને આગેવાનોને જાણ કરી હતી આથી આ વિસ્તારના ખેડૂતોને વાડી ખેતરે નહી જવા સૂચના આપવામાં આવી હતી અને વન વિભાગને જાણ કરતા રાત્રીના સમયે જ વનવિભાગના અધિકારીઓ ગરેજ ગામે દોડી ગયા હતા અને સાવજ નું પગલું શોધવાનો પ્રયાસ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...