તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શ્વાન પ્રેમી:પોરબંદરમાં શ્વાનની પુણ્યતિથીએ સત્સંગ, શ્વાન પ્રેમીઓનું સન્માન થશે

પોરબંદર13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સત્સંગ કાર્યક્રમમાં અયોધ્યામાં બની રહેલા રામ મંદિર માટે ભંડોળ એકત્રીત કરાશે

પોરબંદરના એક શ્વાન પ્રેમીના શ્વાનનું અવસાન થયા બાદ તેની પ્રથમ પૂણ્યતિથીએ આ શ્વાન પ્રેમીએ દિવ્ય સત્સંગ કાર્યક્રમનું આયોજન કર્યુ છે અને આ કાર્યક્રમમાં સતસંગ ઉપરાંત અયોધ્યામાં બનનારા રામ મંદિરના નિર્માણ માટે ભંડોળ એકત્રિત કરવામાં આવશે.પોરબંદરમાં રહેતા શ્વાન પ્રેમી દિલીપભાઇ ધામેચાએ એક શ્વાન પોતાના ઘરમાં પાળીતો કર્યો હતો. દિલીપભાઇને શ્વાન પ્રત્યે અત્યંત લાગણી હોવાને લીધે આ શ્વાનને તેમના સદસ્યની જેમ રાખ્યો હતો અને આ શ્વાનને ‘’ગટ્ટુ’ નામ આપ્યુ હતુ. કોઇ કારણોસર ગત ૧૮ ફેબ્રુઆરી-૨૦૨૦ ના રોજ આ શ્વાનનું મૃત્યુ થઇ ગયુ હતુ.

આ શ્વાન પ્રત્યે દિલીપભાઇને એટલી તો લાગણી હતી કે તેમણે આજે બરાબર એક વર્ષ પછી આ શ્વાનની પ્રથમ પૂણ્યતિથીએ શ્વાનના આત્માની શાંતિ માટે દિવ્ય સત્સંગના કાર્યાક્રમનુ આયોજન કર્યુ છે. વાઘેશ્વરી પ્લોટમાં આવેલા દૂધેશ્વર મહાદેવના મંદિરે સાંજે ૫:૦૦ થી ૭:૩૦ કલાક સુધી યોજાનારા આ સત્સંગમાં ઉપસ્થિત રહેવા દિલીપભાઇએ કાર્ડ છપાવીને બધાને આમંત્રિત કર્યા છે.

સતસંગ કાર્યક્રમમાં શ્રી વલ્લભપ્રભુ સતસંગ મંડળ દ્વારા સત્સંગ કરવામાં આવશે અને કોરોના કાળમાં પોરબંદરના અલગ અલગ વિસ્તારમાં લોકડાઉન દરમ્યાન શેરીઓમાં રહેતા શ્વાનોની રોજ સેવા કરવા જનાર ૧૨ શ્વાન પ્રેમીઓનું સન્માન કરવામાં આવશે. તે ઉપરાંત અયોધ્યામાં બનનારા રામ મંદિરના નિર્માણમાં અર્પણ કરવા ભંડોળ એકત્રિત કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો