દર્દીઓને લાભ:પોરબંદર તાલુકાના બખરલામાં સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

બગવદર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાટવાળા, વિંજરાણા, ખીસ્ત્રી સહિતના ગામના 500 થી વધુ દર્દીઓને લાભ

પોરબંદર તાલુકાના બખરલા ગામે આજરોજ હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સ્વ. રામભાઈ અરજણભાઈ ખુટીની સ્મૃતિમાં સર્વ રોગ નિદાન કેમ્પ યોજવામાં આવેલ. આ કેમ્પમાં જામનગરની જી.જી હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા સેવાઓ આપવામાં આવેલ. બખરલા ગામે રામદેવપીરના દ્વારાની વિશાળ જગ્યામાં કેમ્પ રાખવામાં આવેલ જેમાં 500થી વધુ દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધેલ હતો. આ કેમ્પમાં બખરલા, બેરણ, કાટવાળા વિંજરાણા, ખીસ્ત્રી વિગેરે ગામના ગ્રામજનોએ લાભ લીધેલ.

આ કેમ્પમાં ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, ભીમા ભગત અને રામદેવભાઇ મોઢવાડિયા ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પમાં જનરલ વિભાગ, સ્ત્રીરોગ નિષ્ણાંત, બાળ રોગ નિષ્ણાંત, આંખના દર્દો, કાન, નાક, ગળા વિભાગ, હાડકાના નિષ્ણાંત, દાંત વિભાગ, ચામડીના રોગો તેમજ સર્જરી વિભાગ ઉપરાંત વેક્સિન પણ આપવામાં આવેલ.

અન્ય સમાચારો પણ છે...