પોરબંદર જિલ્લાના બળેજ ગામે વિશ્વ પર્યાવરણ દિને સામાજીક સંસ્થા દ્વારા રોપાઓનું વિતરણ કરાયું હતું. આગાખાન એજન્સી ફોર હેબીટાટ દ્વારા પોરબંદર તાલુકાના બળેજ ગામમાં આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી તેમની આકાહ સંસ્થા દ્વારા બળેજ ગામ સ્થિત માતૃશ્રી કસ્તૂરબેન માધ્યમિક શાળામાં વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે પપૈયા, ચીકુ, દાડમ, સફેદ જાંબુ, લીંબુ, જામફળ, બદામ, ગુલમોહર, કાસિદ અને બોરસલીના ઘર દીઠ 10 રોપા એમ કુલ 1550 કલમી રોપા લાભાર્થીઓને આપવામાં આવ્યા હતા.
આગાખાન સંસ્થાના ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન વિભાગના પ્રોગ્રામ હેડ સંતોષકુમારે જણાવ્યું હતું કે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી વખતે લોકો વૃક્ષો વાવે જરૂર છે પણ તેને ઉછેરવા માટે તૈયારી બતાવતા નથી. સર્વે આધારિત રોપા વિતરણ પાછળનું મુખ્ય હેતુ એ જ છે કે લાભાર્થીઓ જો તેમની પસંદગીના ફળાઉ રોપા તેમના ફળિયા અને ખેતરમાં વાવશે અને તેનું જતન કરશે તો જ વિશ્વ પર્યાવરણ દિવસનો હેતુ સાચા અર્થમાં સાર્થક બની રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.