તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:સેનીટેશન ઈન્સ્પેકટર, પ્લંબરોને હાઉસટેક્ષ બીલ વિતરણની કામગીરીમાંથી મુક્ત કરો

પોરબંદર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાણી અને સફાઈની કામગીરી પર અસર પડી રહી છે, કોંગ્રેસના સુધરાઈ સભ્યએ રજૂઆત કરી

પોરબંદર પાલિકાના સેનીટેશન વિભાગના 8 જેટલા ઈન્સ્પેટકરો અને જુદા જુદા વિસ્તારના પાણી વિતરણની વ્યવસ્થા સંભાળતાને હાઉસ ટેક્ષ બિલો ઘરે ઘરે આપવાની કામગીરી સોંપવામાં આવી છે જેના કારણે સફાઈ અને પાણી વિતરણમાં અનેક સમસ્યાઓ થઈ રહી છે.

પોરબંદર છાયા પાલિકાના જુદા જુદા વોર્ડોમાં સફાઈની ફરીયાદો ઉપર કામ કરતા સેનીટેશન ઈન્સ્પેકટરોને હાઉસ ટેક્ષના બીલ વિતરણ કરવાની કામગીરી આપવામાં આવતા અને તાજેતરમાં સેનીટેશન વિભાગમાં સેનીટેશન ચેરમેનના પતિએ લીધેલી મીટીંગમાં સમગ્ર માળખામાં ફેરફાર કરી નાખતા, સફાઈ ઈન્સપેકટરોને હાઉસ ટેક્ષના બીલોનું વિતરણ કરવાની કામગીરી સોંપવામાં આવતા તેઓ સફાઈની ફરીયાદો ઉકેલી શકતા નથી અને પોતાના વિસ્તારના સાફઈના પ્રશ્નો ઉભા થઈ રહયા છે જેથી આ સફાઈની મહત્વની કામગીરી પર ગંભીર અસર થઈ છે.

ઉપરાંત શહેરમાં પાણી વિતરણ માટે વાલ્વ ખોલવાની અને પ્લંબરો તરીકે ની કામગીરી કરતા પ્લંબરોને હાઉસ ટેક્ષના બીલો ધરે ધરે વિતરણ કરવાની કામગીરી સોંપી દેવામાં આવેલ છે જેથી તેઓ પોતાની મુળ ફરજ સમયસર બજાવી શકતા નથી અને જેથી અનેક વિસ્તારોમાં પાણી નહી મળતુ હોવાથી ફરીયાદો પણ ઉઠવા પામી છે. સફાઈ અને પાણી જેવી પાયાની જરૂરીયાતમાં લોકોની ફરીયાદ ના રહે અને ફરીયાદોનું વહેલી તકે યોગ્ય નિરાકરણ થઈ શકે તે માટે આ મહત્વની કામગીરી બજાવી રહેલા કર્મચારીઓને ઘરે—ઘરે હાઉસ ટેક્ષ ના બીલ પહોંચાડવાની કામગીરી સોંપવી જોઈએ નહીં. આ અંગે અન્ય કર્મીઓને વ્યવસ્થા સોંપવામાં આવે તેવી કોંગ્રેસના સુધરાઈ સભ્ય ફારૂકભાઈ સૂર્યાએ ચીફ ઓફિસર ને રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...