હોળી ધૂળેટી પર્વની ઉજવણી:સાંદીપનિ શ્રી હરિ મંદિર ખાતે ઉજવણી કરાશે; રમેશભાઈ ઓઝાની ઉપસ્થિતિમાં હોળી-ધૂળેટી ઉત્સવ ઉજવાશે

પોરબંદર24 દિવસ પહેલા
  • કૉપી લિંક

પોરબંદરમાં સાંદીપનિ વિદ્યાનિકેતન શ્રીહરિ મંદિરમાં પૂજ્ય રમેશભાઈ ઓઝાના પાવન સાન્નિધ્યમાં તા. 06/03/2023, સોમવારે હોળી ઉત્સવ અને તા. 07/03/2023, મંગળવારના રોજ ધૂળેટી ઉત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવશે.

ફાગણ સુદ પૂનમ સોમવારના રોજ શ્રી હરિ મંદિરમાં સવારે 8 વાગ્યે સર્વે શિખરો પર નૂતનધ્વજારોહણ થશે. સાંજે 6 વાગ્યેથી ઠાકુરજી સન્મુખ હોળીના રસિયાનું ગાયન કરવામાં આવશે. ત્યારબાદ સાંજે 6.30થી 7 દરમ્યાન ઉત્સવસ્વરૂપ સર્વે વિગ્રહોની સાથે રમેશભાઈ ઓઝાની ઉપસ્થિતિમાં અબીલ, ગુલાલથી સાથે ખેલ ખેલવવામાં આવશે. 7 વાગ્યે સાયં આરતી સંપન્ન થશે અને ત્યારબાદ 8 વાગ્યે વિધિવત સંકલ્પપૂર્વક હોલિકાદહન થશે. આ તકે ઉપસ્થિત રહેનારા સર્વે હરિભક્તોને રમેશભાઈ ઓઝાના વરદ હસ્તે પ્રસાદ વિતરણ થશે.

ફૂલડોલ ઉત્સવ
તા. 07/03/2023 મંગળવાર ધૂળેટી પર્વના દિવસે સવારે 8 વાગ્યે સર્વે શિખરો પર પૂજન પૂર્વક નૂતન ધ્વજારોહણ સંપન્ન થશે. 9થી 12 વાગ્યા સુધી ઠાકુરજી અને શ્રીહરિ મંદિરમાં બિરાજમાન સર્વે દેવી-દેવતાઓ સાથે ફૂલડોલ ઉત્સવ ઉજવeશે અને એ સાથે-સાથે રસિયા ગાયન પણ થશે. બપોરે 12 કલાકે શ્રી હરિ ભગવાનની ફૂલડોલ ઉત્સવની આરતી થશે. આ સમગ્ર હોળી-ધૂળેટી પર્વનો આનંદ અને દર્શનનો લાભ લેવા માટે સાંદીપનિ શ્રીહરિ મંદિર નિમંત્રણ પાઠવે છે.

અન્ય સમાચારો પણ છે...