પુન:મિલન:સખી વન સ્ટોપ સેન્ટર મહિલાઓ માટે આશીર્વાદ સમાન

પોરબંદર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સેન્ટરમાં આવેલી મોટા ભાગની મહિલાઓનું પરિવાર સાથે પુન:મિલન કરાવ્યું

ભારત સરકાર દ્વારા નિર્ભયા ફંડમાંથી શરૂ કરવામાં આવેલ સખી વન સ્ટોપ સેન્ટર મહિલાઓ માટે આશીર્વાદ સમાન બની ગયું છે. પોરબંદર જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં સખી વન સ્ટોપ સેન્ટર ખાતે 401 જેટલા કેસો આવ્યા હતા જેમાંથી મોટાભાગના કેસોમાં સમાધાન કરાવી પરિવાર સાથે મહિલાઓનું મિલન કરાવ્યું હતું. સરકાર દ્વારા પીડિત મહિલાઓ માટે સહાયરૂપ બની રહે તે માટે ભારતના દરેક જિલ્લામાં હોસ્પિટલ કેમ્પસની અંદર તેમજ બે કિલોમીટરની આસપાસ સખી વન સ્ટોપ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે.

આ સેન્ટરમાં મહિલાઓને લગતી તમામ સમસ્યાઓના સમાધાન થઇ શકે અને મહિલાઓને મદદ મળી શકે તે માટે દરેક જિલ્લામાં આ સેન્ટર શરૂ કરેલું છે. પોરબંદરમાં વર્ષ 2019 માં સખી વન સ્ટોપ સેન્ટર શરૂ કરાયું હતું. આ સેન્ટરમાં છેલ્લા ત્રણ વર્ષમાં ઘરેલુ હિંસા, પ્રેમ સંબંધ, લગ્નેતર સંબંધ તેમજ અન્ય રાજ્ય તેમજ અન્ય જિલ્લા ખાતે ભૂલી પડી ગયેલી મહિલાઓની મદદ કરવામાં આવે છે. આ સખી વન સ્ટોપ સેન્ટરના અધ્યક્ષ જિલ્લા કલેકટર છે અને નોડલ ઓફિસર તરીકે મહિલા અને બાળ અધિકારી કાશ્મીરાબેન સાવંત છે.

આ સેન્ટર ઉપર છેલ્લા ત્રણ વર્ષમાં આજદિન સુધી કુલ 401 જેટલા કેસો આવ્યા છે જેમાંથી 246 પીડિત લાભાર્થીઓને સેન્ટર પણ આશ્રય આપેલો છે. જેમાંથી ઘરેલુ હિંસાના પીડિત લાભાર્થીઓની સંખ્યા 310 છે. 66 જેટલા અન્ય પીડિત લાભાર્થીઓ છે તેમજ અત્યાર સુધીમાં 25 જેટલા લાભાર્થીઓને જે પોતાના પરિવારથી ભૂલા પડી ગયેલા હોય તેવા આવ્યા છે.

અહીં આવેલા 401 કેસ પૈકી 385 લાભાર્થીઓનું પણ આ સેન્ટર દ્વારા ફોલોઅપ પણ લીધેલ છે કારણ કે તેઓ એસી સેન્ટર ખાતેથી પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યા બાદ મહિલાને કોઈ અન્ય પરેશાનીઓનો સામનો કરવો પડે છે કે કેમ તે અંગેની તેમજ પીડિત મહિલા પરિવાર સાથે ખુશ છે તે અંગે ફોન દ્વારા તેમજ ગૃહ મુલાકાત કરી ફોલોઅપ પણ આ સેન્ટર દ્વારા લીધેલ છે.

આ સેન્ટર ખાતે પીડિત મહિલાઓ માટે રહેવા-જમવા તેમજ આખી કિટની પણ વ્યવસ્થા કરી આપેલ છે. આ સેન્ટર ખાતે 181 તેમજ પોલીસ મારફત કેસો આવતા હોય છે અને મહિલાઓનું જરૂરી કાઉન્સેલિંગ કર્યા બાદ પરિવાર સાથે ફરી સમાધાન પણ કરી આપવામાં આવે આવેલ છે. અહીં આવેલા કુલ 401 પૈકી 298 જેટલા કેસોના સમાધાન થયા છે. આમ આ સખી વન સ્ટોપ સેન્ટર મહિલાઓ માટે ખૂબ જ મદદરૂપ સાબિત થઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...