પોરબંદર શહેરમાં કેસર અને રત્નાગીરી કેરીની આવક શરૂ થઇ ગઇ છે અને આગામી 10 મે બાદ વધુ આવક થતાં કેરીના ભાવ ઘટશે તેવું જાણવા મળી રહ્યું છે. પોરબંદરમાં દર વર્ષે એપ્રિલ માસમાં જ કેરીની આવક શરૂ થઈ જતી હોય છે પરંતુ ગત વર્ષે આવેલા વાવાઝોડા અને માવઠાને કારણે ચાલુ વર્ષે કેરીની આવક નહીંવત જોવા મળી હતી. તેના કારણે પોરબંદરમાં કેરીના ભાવ 2000 થી 2400 જેવો જોવા મળતો હતો.
પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં રત્નાગીરી કેરીની 500 પેટી, ગીરની કેસર કેરીના 500 બોક્સની આવક તથા બરડાના પંથકની કેરીની 500 બોક્સની આવક જોવા મળી રહી છે. હાલ આ બોક્સનો ભાવ 1000 થી 2000 જેટલો જોવા મળી રહ્યો છે. આગામી 10 મી મેથી કેરીની આવક બમણી થશે અને ભાવમાં પણ ઘટાડો થશે જેથી મધ્યમ વર્ગ કેરીનો સ્વાદ માણી શકશે તેવું જાણવા મળી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.