ઉજાસના પર્વ નિમિતે ખરીદી:તોરણ, રંગોળી સ્ટીકર, લાભ- શુભ સહિતની ચીજોની ખરીદીમાં ધસારો

પોરબંદર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મીણબત્તીના ભાવમાં 25 ટકાનો વધારો છતાં વ્યાપક ખરીદી
  • ઉત્સાહ ખરીદીનો : વોટર દીવા, સ્વદેશી સુગંધી મીણબત્તી લોકોની ખાસ પસંદ બની

દિવાળી તહેવાર નિમિતે બજારમાં મીણબત્તીના ભાવમાં 25 ટકાનો વધારો છતાં વ્યાપક ખરીદી થઈ રહી છે. વોટર દીવા, સ્વદેશી સુગંધી મીણબત્તી લોકોની ખાસ પસંદ બની છે. પોરબંદરની બજારમાં તોરણ, રંગોળી સ્ટીકર, લાભ શુભ સહિતની ચીજોની ખરીદીમાં ભારે ઘસારો જોવા મળે છે.

ઉજાસનું પર્વ દિપાવલીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પોરબંદરની બજારમાં આ પર્વને લઇને તૈયારીઓ ચાલી રહી છે. લોકો મન મૂકીને ખરીદી કરી રહ્યા છે.આ પર્વમાં ઉજાશ કરવાનું ખાસ મહત્વ રહેલું છે. આધુનિક સમયમાં વસ્તુઓ અપડેટ થઈ ને આવે છે જેમાં અવનવી મીણબત્તી, દિવડાની ખરીદી કરવામાં આવી રહી છે. બજારમાં ગત વર્ષની સરખામણીએ મીણબત્તીના ભાવમાં 25 ટકાનો વધારો નોંધાયો છે. મીણ ના ભાવ વધ્યા છે આમછતાં બજારમાં ખરીદીનો માહોલ જોવા મળે છે. કલર ફૂલ મીણબત્તી ઉપરાંત સુગંધી મીણબત્તીની વેરાયટી ઉપલબ્ધ છે.

કમલ કોટેચા નામના વેપારીએ જણાવ્યું હતુંકે, રૂ. 40 ની 10 નંગ મીણબત્તી મળે છે અને રૂ. 40ની 1 નંગ મીણબત્તી મળે છે. સ્વદેશી સુગંધી મીણબત્તી પણ લોકો ખરીદ કરી રહ્યા છે. અને દિવડામાં પણ અવનવી વેરાયટી બજારમાં ઉલબ્ધ છે. જેમાં માટીના દિવડામાં 25 જાતની વેરાયટી આવી છે. ઉપરાંત લાઈટ વાળા દિવડા પણ લોકો ખરીદી કરી રહ્યા છે.

ખાસતો વોટર દિવડા કે જેમાં પાણી નાખવાથી દિવડા ચાલુ થાય તેવા સેન્સર વાળા દિવડા બજારમાં વધુ પસંદગી પામ્યા છે. આ ઉપરાંત હાંડીવાળા, મટકી વાળા, ડાયમંડ વર્ક વાળા દિવડા અને ફ્લોટિંગ દિવડા જે પાણીમાં તરે છે અને લાઈટ થાય છે આવા દિવડા બજારમાં જોવા મળે છે. જેમાં રૂ. 2 થી લઈને રૂ. 100 સુધીના દિવડા બજારમાં જોવા મળે છે. જ્યારે રંગોળી, તોરણ, શુભ લાભ, હાર સહિતની ચીજો ખરીદવા લોકો ઉત્સાહ ભેર ઉમટી પડ્યા છે.

અન્ય સમાચારો પણ છે...