મંજૂરીની મહોર મારી:પોરબંદરમાં ગ્રામ્ય વિસ્તારના નોન પ્લાન રસ્તાઓ 19.96 કરોડના ખર્ચે મંજૂર કરાયા

પોરબંદર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રાજ્ય સરકારે મંજૂરીની મહોર મારી

પોરબંદરમાં ગ્રામ્ય વિસ્તારના નોન પ્લાન રસ્તાઓ 19.96 કરોડના ખર્ચે મંજૂર કરાયા છે. ધારાસભ્ય બાબુભાઇ બુખારીયાના પ્રયાસોથી મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રાજ્ય સરકારે મંજૂરીની મહોર મારી છે.

રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારના નોન પ્લાન રસ્તાઓ 19.96 કરોડ રૂપિયાના ખર્ચે મંજૂર કરવામાં આવ્યા છે. ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત ગ્રામ્ય વિસ્તારના નોન પ્લાન રસ્તાઓને ડામરથી મઢવા માટે રાજ્ય સરકારના દરેક વિધાનસભા વિસ્તારમાં વિસ્તારના ધારાસભ્યો દ્વારા પોતાના વિસ્તાર માટે સુસવાઓમાં આવેલ નોન પ્લાન રસ્તાઓને ડામરથી મઢવા માટે 10 કરોડની મર્યાદામાં ફંડ આપવાની શરૂઆત કરવામાં આવી છે જેના અનુસંધાને પોરબંદરના ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા દ્વારા આ યોજના અંતર્ગત તેઓના વિસ્તારમાં નોન પ્લાન રસ્તાઓને ડામરથી મઢવા માટે માતબર રકમ ફાળવી છે.

ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાએ વર્ષ 2022-23 માટે પોરબંદર વિધાનસભાના આશરે 36 કિલોમીટરની લંબાઈના 10 નોન પ્લાન્ટ રસ્તાઓ ડામરથી મઢવા માટે મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત ફંડ આપવા રાજ્ય સરકારને ભલામણ કરી હતી, અને રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે ખાસ કિસ્સા તરીકે બાબુભાઈ બોખરીયાએ ભલામણ કરેલ રસ્તાઓ માટે 19.96 કરોડ જેટલી માતબર રકમ ફાળવી છે. પોરબંદર વિધાનસભા માટે અગાઉ પણ કરોડ રૂપિયાના ખર્ચે અનેક રસ્તાઓના કામ માટે મંજૂરીની મહોર મારવામાં આવી હતી, ત્યારે વધુ એક વખત ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓના કામ માટે સરકારે માતબર રકમ ફાળવી હોવાથી સ્થાનિક આગેવાનોએ પણ ધારાસભ્ય બાબુભાઇ બોખરીયા સહિત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

ક્યા ગામોના જોડતા રસ્તાના કામો હાથ ધરાશે
ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાના પ્રયાસોથી 19.96 કરોડ રૂપિયાની માતબર રકમ રસ્તાના કામો માટે ફાળવવામાં આવી છે, ત્યારે સીમર ગામથી રોજીવાડા, નાગકા થી ગડુ, બોખીરા થી સુનાભઠ્ઠીથી પીડાગાર તરફ, મજીવાણાથી ખાંભોદર, મીયાણી થી ભાવપરા, ભેટકડી થી પઠાપીર, અડવાણા, બાવળવાવ, પાંડાવદર, બેરણ, સોઢાણા ગામે વર્તુળ નદી બજરંગ બસ સ્ટેશનથી હાથલા જતો રસ્તો, પાલખડાથી હાથીયાણી સહિતના રસ્તાઓના કામનો સમાવેશ કરવામાં આવ્યો છે, અને આ પંથકના વિસ્તારોમાં લોકોને સારા રસ્તાની સુવિધા ઉપલબ્ધ થશે.

અન્ય સમાચારો પણ છે...