ફરિયાદ:કમલાબાગ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ સાથે અસભ્ય વર્તન

પોરબંદર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોન્સ્ટેબલને ધક્કો મારીને શખ્સ નાસી છૂટ્યો
  • ફરજમાં રૂકાવટ કર્યા અંગેની પોલીસ ફરિયાદ નોંધાઇ

પોરબંદરમાં કમલાબાગ પોલીસ સ્ટેશનના એક ફરજ પરના હેડ કોન્સ્ટેબલ સાથે 1 શખ્સે અસભ્ય વર્તન કરી નાસી છૂટયો હોય આ હેડ કોન્સ્ટેબલે આ શખ્સ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરજમાં રૂકાવટ બદલની ફરિયાદ દાખલ કરી છે.આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર પોરબંદર પોલીસ સ્ટેશન પર હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા દિનેશભાઇ મોહનભાઇ મકવાણા ગત રવિવારના રોજ રાત્રીના સમયે ડયુટી પર હતા ત્યારે રવિ કિશાભાઇ મુશાળ નામનો શખ્સ પોલીસ સ્ટેશને આવીને દિનેશભાઇ હેડ કોન્સ્ટેબલ હોવાનું જાણતો હોવા છતાં તેની સાથે અસભ્ય વર્તન કર્યું હતું અને તેમને ધક્કો મારીને નાસી છૂટયો હતો. આ અંગે દિનેશભાઇએ રવિ મુશાળ વિરુદ્ધ ફરજમાં રૂકાવટ અંગેનો ગુન્હો નોંધીને વધુ તપાસ કમલાબાગ પોલીસ સ્ટેશનના PSI એચ. બી. ધાંધલ્યાએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...