અનુદાન:ચિલ્ડ્રન હોસ્પિટલમાં NICU વિભાગ માટે રોટરી ક્લબ ઓફ પોરબંદર દ્વારા રૂપિયા 32 લાખનું યોગદાન અપાયું

પોરબંદર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ એકમ નવજાત શિશુઓ માટે કામ કરે છે અને પ્રિ-મેચ્યોર જન્મેલા અથવા અન્ય કટોકટી દરમિયાન નવા જન્મેલા બાળકોની સુરક્ષા કરે છે

રોટરી ક્લબ ઓફ પોરબંદર દ્વારા રૂપિયા 32 લાખનું અનુદાન આશા ચિલ્ડ્રન હોસ્પિટલમાં નવા નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ- NICUમાટે નવીનતમ અને હાઇટેક સાધનો માટે આપવામાં આવેલ છે. આ એકમ નવજાત શિશુઓ માટે કામ કરે છે અને પ્રિ-મેચયુર જન્મેલા અથવા અન્ય કટોકટી દરમિયાન નવા જન્મેલા બાળકોની સુરક્ષા કરે છે.

આ સમગ્ર પ્રોજેક્ટનું સંચાલન પ્રોજેક્ટ ચેરમેન અનિલરાજ સિંઘવી, કો ચેરમેન જીગ્નેશ લાખાણી, હર્ષિત રૂઘાણી અને વિજય મજીઠીયા દ્વારા કરવામાં આવ્યું હતું. રોટરી ક્લબ માટે આ અનુદાન બદલ ટ્રસ્ટ દ્વારા મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન રોટરી પ્રમુખ પૂર્ણેશ જૈનને અર્પણ કરવામાં આવ્યો હતો.

આ પ્રોજેકટમાં અન્ય દાતાઓમાં આર એ એફ ગ્લોબલ દ્વારા રૂ. 7.30 લાખ, ક્રિકેટર જયદેવ ઉનડકટ અને તેમના પિતા દીપકભાઈ ઉનડકટ દ્વારા રૂ. 7 લાખ, દિપકભાઈ જટાણીયાના પ્રયાસથી સુભાષભાઈ ઠક્કર નૈરોબી કેન્યા દ્વારા રૂ. 5 લાખ, ક્રિષ્નાબેન રૂપારેલીયા લંડન દ્વારા રૂ. 5 લાખનું અનુદાન આપેલ છે.

ઇનરવ્હીલ ક્લબના સભ્યોમાં પ્રમુખ મીના મજીઠીયા, સીમા સિંઘવી અને IWPP ઇલા ઠક્કરે પણ આ ઉમદા હેતુ માટે વ્યક્તિગત રૂ.51000 અનુદાન કરેલ છે.રોટરી ક્લબ પોરબંદર ના અન્ય સભ્યો પણ દ્વારા વ્યક્તિગત રૂ. 51000 નું અનુદાન આ કાર્યમાં કરેલ છે. અન્ય રોટરી સભ્યોએ રૂ. 1,07,000 એકત્રિત કરી આ અનુદાન ને રૂ. 32 લાખનું અશ્વિન ભરાણીયા ચેરીટેબલ ટ્રસ્ટને ઉદઘાટન સમારોહ દરમિયાન અર્પણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...