તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:સુભાષનગરમાં સ્મશાન સુધીના રસ્તાનું કામ અધૂરું મૂકી દેવાયું

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
રસ્તા પર પથ્થર કાંકરીઓ હોવાથી ચાલવું મુશ્કેલ - Divya Bhaskar
રસ્તા પર પથ્થર કાંકરીઓ હોવાથી ચાલવું મુશ્કેલ
  • 15 દિવસ પહેલા ખાતમુહૂર્ત કરાયેલ રોડનું કામ અટક્યું
  • નનામી લઈ જતી વખતે લોકોને હાલાકી : કામ પૂર્ણ કરવા માંગ

પોરબંદરના સુભાષનગરમા સ્મશાન સુધીનો રોડ બનાવવા માટે અંદાજે 15 દિવસ પહેલા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ રસ્તો કાચો અને બિસ્માર હતો જેથી ખાતમુહૂર્ત બાદ રસ્તાનું કામ શરૂ થયું હતું અને રસ્તો બનાવવા માટે કાંકરી પથ્થરો પાથરવામાં આવ્યા હતા. પરંતુ એકાએક આ કામ અઠવાડિયાથી અધૂરું મૂકી દીધું હોવાથી રોડ પર પથ્થરો મુકેલ હોવાને કારણે લોકોને હાલાકી વેઠવી પડી રહી છે. ખાસ તો સ્મશાને નનામી લઈ જતી વખતે લોકોને પથ્થરો પગમાં ખૂંચી રહ્યા છે અને લાકડા ભરેલ રીક્ષા પણ આવી શકતી નથી.

આથી આ રસ્તાનું કામ વહેલી તકે શરૂ કરવામાં આવે અને વહેલી તકે રસ્તો બનાવવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ ઉઠી છે. આ અંગે પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે રસ્તો બનાવવા માટે પીજીવીસીએલ નો વિજપોલ નડતર રૂપ છે જેથી આ વિજપોલ ખસેડવા પીજીવીસીએલ તંત્રને જાણ કરી છે. જેથી વિજપોલ ખસેડવામાં આવશે બાદ તુરંત કામગીરી શરૂ થશે તેવું જણાવ્યું હતું. હાલ તો રસ્તા વચ્ચે પથ્થર કાંકરીઓ હોવાથી લોકોને હાલાકી વેઠવી પડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...