લોકોને હાશકારો:પોરબંદરથી માધવપુર સુધીના રસ્તાનું નવિનીકરણ કરાયું, બિરલા ફેકટરીથી ઓડદર સુધીનો રસ્તો પણ નવો બન્યો

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પોરબંદરથી માધવપુર સુધીના ઘણા સમયથી બિસ્માર રસ્તાનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. જેની સાથે સાથે બિરલા ફેકટરીથી ઓડદર સુધીનો રસ્તો પણ નવો બની ગયો છે. ​​​​​​પોરબંદર-માધવપુર નેશનલ હાઇવેની કામગીરી 50 કીમીના અંતરમાં એક સાઇડનું કામ પૂર્ણ કરી લેવામાં આવ્યું હતું. જયારે કેટલાક અંતરમાં બીજી સાઇડનું કામ અધુરું હતું જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી હતી.

પોરબંદરની વીરભનુની ખાંભીથી ઇન્દિરાનગર સુધીનો રસ્તો પણ બિસ્માર હાલતમાં હતો જેના કારણો ત્યાંથી પસાર થતા રસ્તાઓ પર ધૂળની ડમરીઓ ઉડતી હતી. હવે પોરબંદરથી માધવપુર વચ્ચેના નેશનલ હાઇવે પર જે કામ અધુરું હતું તે કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે તો બિરલા ફેકટરીથી ઇન્દિરાનગર સુધીના રસ્તામાં ગાબડા પૂરી દઇને રસ્તાનું નવિનીકરણ કરી દેવામાં આવ્યું છે. જેના કારણે પોરબંદરથી માધવપુરના રસ્તાનું નવીનીકરણ થઇ જતા લોકોને હાશકારો અનુભવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...