હીરાપન્ના કોમ્પ્લેક્ષ નજીક રોડનું ખોદકામ કર્યા બાદ રસ્તો સમથળ કરાયો નથી. કામ પૂર્ણ કરવામાં ન આવતા રોડ બિસ્માર હાલતમાં જોવા મળે છે જેથી વેપારીઓ અને સ્થાનિકોને મુશ્કેલી પડી રહી છે.
પોરબંદરના રાણીબાગ પાછળ આવેલ હીરાપન્ના કોમ્પ્લેક્ષ નજીક રોડ પર ખોદકામ કરવામાં આવ્યું હતું. સામાજિક કાર્યકર સલીમભાઈ સૂર્યાએ તંત્રને રજુઆત કરી જણાવ્યું હતુંકે, આ રોડ પર ભૂગર્ભ ગટરની કામગીરી દરમ્યાન ચેમ્બર બનાવવાની કામગીરી કરવામાં આવી ન હતી જેથી ભૂગર્ભ ગટર જામ થતા ગંદુ પાણી માર્ગો પર ફેલાઈ જતું હતું. કામગીરી દરમ્યાન ચેમ્બર બનાવી નથી તેવું ધ્યાને આવતા ફરીથી આ રોડ પર ખોદકામ કરવામાં આવ્યું હતું અને ચેમ્બર બનાવી હતી.
બાદ રસ્તા પર ડામર પાથરી રોડનું નવીનીકરણ કરવું જોઈએ તેને બદલે હાલ કામગીરી કરવામાં ન આવતા રસ્તા પર પથ્થરો અને ભરતી જોવા મળે છે. આ બિસ્માર રોડને કારણે વેપારીઓ અને સ્થાનિક રહેવાસીઓને ભારે મુશ્કેલી વેઠવી પડે છે અને વાહન ચાલકો ત્યાંથી વાહન પસાર કરી શકતા નથી. આથી રોડને સમથળ કરવાનું અધૂરું કામ તુરંત પૂર્ણ કરી રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી માંગ સાથે સામાજિક કાર્યકરે તંત્રને રજુઆત કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.