બેદરકારી:પોરબંદરમાં NHAI ની બેદરકારીને લીધે લોકોના જીવનું સામે જોખમ

પોરબંદર20 દિવસ પહેલા
  • કૉપી લિંક

પોરબંદરમાં NHAI દ્વારા બનાવાયેલા દ્વારકા-સોમનાથ હાઇવે પર અનેક જગ્યાએ ક્ષતિઓ રહી ગઇ છે જેમાં ત્રણ માઇલ, કુછડી, પાલખડા, ભાવપરા નજીક રહેલી ક્ષતિઓને કારણે લોકોને અકસ્માતનો ભોગ બનવું પડે છે. આ રસ્તાઓ પર અંડર પાસ બનાવાયો ન હોવાના કારણે વાહન ચાલકોને ફરજીયાત બે કિલોમીટર સુધી રોંગ સાઇડમાં વાહન ચલાવવું પડે છે જેના કારણે લોકોને અકસ્માતનો ભોગ બનવું પડે છે.

કોંગ્રેસ અગ્રણી રામદેવભાઇ મોઢવાડિયાએ રજૂઆત કરેલી છે કે અમુક ગામો પાસે અંડર બ્રીજની સુવિધાઓ ઉપલબ્ધ ન કરાવાના લીધે લોકોને નિયમોનો ભંગ કરીને ફરજીયાત પણે રોંગ સાઇડમાં વાહન ચલાવવું પડે છે અને જેના કારણે અનેક અકસ્માતો સર્જાય છે. અત્યાર સુધીમાં 17 થી વધુ અકસ્માતોમાં અનેક માનવ જીંદગી જોખમાઇ હોવા છતાં તંત્ર દ્વારા કોઇ યોગ્ય કામગીરી કરવામાં આવી નથી. NHAI દ્વારા તગડો ટોલટેક્ષ ઉઘરાવવામાં આવતો હોવા છતાં યોગ્ય સુવિધાઓ મળતી ન હોવાને લીધે વાહન ચાલકોને જીવ ગુમાવવો પડી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...