ફરીથી ચૂંટણી યોજાશે:પોરબંદર જિલ્લાનાં રિણાવાડા ગામે બેલેટ પેપર ઇશ્યુ કરવામાં છબરડો

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર જિલ્લાનાં રિણાવાડા ગામે આજે ફરીથી ચૂંટણી યોજાશે
  • ​​​​​​​એક વોર્ડના બેલેટ પેપર બીજા વોર્ડમાં ઇશ્યુ થયા

રિણાવાડા ગામે બેલેટ પેપર ઇશ્યુ કરવામાં છબરડો સામે આવ્યો છે. પ્રિસાઈડિંગ ઓફિસર દ્વારા એક વોર્ડના બેલેટ પેપર બીજા વોર્ડમાં ઇશ્યુ કરી દેવામાં આવ્યા હતા જેથી સોમવારે રિણાવાડા ગામે આજે સોમવારે ફરીથી ચૂંટણી યોજાશે.પોરબંદર જિલ્લામાં ગ્રામપંચાયતની ચૂંટણી યોજાઈ હતી. જેમાં રિણાવાડા ગામે સવારથી મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો હતો. લોકોએ ઉત્સાહ ભેર મતદાન કર્યું હતું. પરંતુ મતદારોના રંગમા ભંગ પડ્યો હતો. આ ગામે એક વોર્ડના બેલેટ બીજા વોર્ડમાં ઇશ્યુ થયાનું સામે આવ્યું હતું.

પ્રિસાઈડિંગ ઓફિસર અને પોલિંગ ઓફિસર સ્ટાફ દ્વારા બેલેટ પેપર ઇશ્યુ કરવામાં છબરડો થયો હતો. ઓફિસર સ્ટાફે એક વોર્ડના બેલેટ પેપર બીજા વોર્ડમાં ઇશ્યુ કરી દીધા હતા. જેની જાણ થતા ગ્રામ્ય મામલતદાર સંદીપ જાદવ તાકીદે રિણાવાડા ગામે પહોંચી ગયા હતા અને આ છબરડો શરતચુકથી થયો હોવાનું રિપોર્ટ પ્રાંત અધિકારીને કરવામાં આવી હતી. પ્રિસાઈડિંગ ઓફિસર અને તેની ટીમની વોર્ડમાં બેલેટ પેપર ઇશ્યુ કરવાની ભૂલના કારણે આજે સોમવારે રિણાવાડા ગામે સરપંચ અને 8 વોર્ડના સભ્યોની ફરીથી ચૂંટણી યોજાશે તેવું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...