પોરબંદર પોલીસની કાર્યવાહીમાં ખુલાસો:કુતિયાણામાં થયેલો અકસ્માત હિટ એન્ડ રનની ઘટના હોવાનું બહાર આવ્યું

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
આનંદ, રાજની ફાઇલ તસવીર - Divya Bhaskar
આનંદ, રાજની ફાઇલ તસવીર
  • 2 યુવકનું મોત કારની ટક્કરે નીપજવ્યું હોવાનું પોલીસે ચોપડે ચડાવ્યું

કુતિયાણા પાસે થોડા દિવસ પૂર્વે થયેલ અકસ્માત હિટ એન્ડ રનની ઘટના હોવાનું ખુલ્યું છે. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા 2 યુવાનનું મોત ખુંટીયાએ નહી કારની ટક્કરે નીપજવ્યું હોવાનું અને અકસ્માત સર્જી કાર ચાલક નાસી છુટિયો હોવાનું હવે પોલીસે ચોપડે ચડાવ્યું છે.

કુતિયાણા શહેર નજીક નેશનલ હાઈવે પર થોડા દિવસો પહેલા એક અકસ્માત થયો હતો, અને આ અકસ્માતમાં બે આશાસ્પદ યુવાનોના મોત નિપજ્યા હતા. બે યુવાનોના મોતની ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી હતી. પ્રથમ આ અકસ્માત સર્જાયો ત્યારે નેશનલ હાઇવે વચ્ચે આખલો આડે પડતા અકસ્માત સર્જાયો હોવાનું જણાવવામાં આવ્યું હતું.

આખલા સામે બાઇક અથળાતા અકસ્માત સર્જાયો હોવાનું પોલીસે પણ જણાવ્યું હતું. પરંતુ આ અકસ્માત બન્યો ત્યારે કોઈ પશુ ને ઈજા પહોંચી ન હતી. આ અકસ્માતમાં મોતને ભેટેલ આનંદ ખુંટી અને રાજ દાસાના મિત્ર વર્તુળમાં શંકા ઉપજી હતી. કારણ કે આવડી મોટી ઘટના સર્જાય સત્તા કોઈ આખલાને ઈજા પહોંચી હોય તેવું જણાયુ ન હતું.

આ અંગેની મિત્ર વર્તુળ દ્વારા તપાસ કરવામાં આવી હતી, અને અકસ્માતની ઘટના બની ત્યારના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. આસપાસના ફૂટેજ તપાસતા કાર નં. GJ37J 9729 nઆ કારચાલકે અકસ્માત સર્જયો હોવાનું સામે આવ્યું હતું. અને અકસ્માત સર્જનારની કારમાં ભાંગ તૂટ થઈ હોવાનું ખુલ્યું હતું.

સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવતાની સાથેજ આ અકસ્માતમા આરોપી બની ગયેલો ખુટીયો નિર્દોષ સાબિત થયો હતો અને પોલીસે અજાણ્યા કાર ચાલકે બે યુવાનોને હડફેટે લઈ તેમના મોત નીપજાવી કાર ભગાડી નાસી ગયો હોવાનું ચોપડે ચડાવ્યું છે.

અકસ્માતમાં એક પણ પશુને ઈજા પહોંચી ન હોવાનું સામે આવ્યું
કુતિયાણા નેશનલ હાઈવે પર અકસ્માતે બે યુવાનોના મોત નીપજ્યા હતા, અને આખલો આડે આવતા અકસ્માત સર્જાયો હોવાના સમાચાર વહેતા થયા હતા. જેથી અકસ્માતે મૃતક યુવાનોના મિત્રોએ તપાસ હાથ ધરી હતી, પરંતુ આસપાસ કોઈ પણ સ્થળે અકસ્માતે પશુઓને ઈજા પહોંચી ન હોવાનું જણાય આવ્યું હતું. જેથી મૃતક યુવાનોના મિત્રોને શંકા જતા સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરી હતી.

જૂનાગઢના શોરૂમમાં ડેમેજ થયેલ કાર રીપેરીંગ માટે જતા મામલો સામે આવ્યો
કુતિયાણા નજીક નેશનલ હાઇવે પર આખલો આડે પડતા સર્જાયેલ અકસ્માતમાં બે આશાપદ યુવાનોના મોત નિપજયા હોવાના સમાચાર વહેતા થયા હતા, પરંતુ રહસ્ય ખુલતા આ અકસ્માત અજાણ્યા કાર ચાલકે કર્યો હોવાનું જણાય આવ્યું છે. અને કારનો આગળનો ભાગ આ અકસ્માતે ડેમેજ થયો હતો, ત્યારે કાર ચાલક જૂનાગઢ ખાતે શોરૂમમાં કારને રીપેરીંગ કરાવવા માટે પહોંચ્યો હતો, જેથી અકસ્માતનો સમગ્ર મામલો સામે આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

કાર ચાલકે ઇજાગ્રસ્ત યુવાનોને હોસ્પિટલે પહોંચાડ્યા હોત તો બંનેનો જીવ બચી શકેત
કુતિયાણા નેશનલ હાઈવે પર અજાણ્યા કાર ચાલકે આ બંને યુવાનોને હડફેટે લીધા તે સમય દરમિયાન આ ઇજાગ્રસ્ત યુવાનો માર્ગ વચ્ચે તરફડિયા મારી રહ્યા હતા, આ સમય દરમિયાન અજાણ્યા કાર ચાલકે માનવતા દાખવી આ યુવાનોને સમયસર હોસ્પિટલે પહોંચાડ્યા હોત તો બંને યુવાનોને સમયસર સારવાર મળી શકેત, અને આશાપદ યુવાનોના જીવ બચાવી શકાત, પરંતુ અકસ્માત સર્જાયા બાદ અજાણ્યો કાર ચાલક નાસી છૂટ્યો હતો. સારવાર માટે આ યુવાનો સમય હોસ્પિટલે પહોંચ્યા ન હોવાથી આ બંને યુવાનોના મોત નીપજ્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

અકસ્માતની તટસ્ત તપાસ કરવા ઉચ્ચ કક્ષાએ કરી ફરિયાદ
કુતિયાણા નેશનલ હાઈવે પર અજાણીયો કાર ચાલક અકસ્માત સર્જીને નાસી છૂટ્યો છે, અને આ અકસ્માતમાં આશાપદ બે યુવાનોના મોત નીપજ્યા હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. કુતિયાણાના અગ્રણીઓ દ્વારા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે, તેમજ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે. અને આ અકસ્માતની તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. અને અકસ્માત કરનારને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...