ભવ્ય સ્વાગત:જિલ્લામાં 2 આર્મીના જવાનો સેવાનિવૃત થતાં સન્માન કરાયું

માધવપુર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1 જવાન શીલ ગામનો અને 1 જવાન શીશલી ગામનો હતો

પોરબંદર જિલ્લામાં 2 આર્મીના જવાનો પોતાની ફરજ પૂર્ણ કરીને સેવા નિવૃત થતા ગ્રામજનો દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરાયું હતું. જેમાં 1 જવાન શીલ ગામનો હતો જયારે બીજો જવાન શીશલી ગામનો હતો. પોરબંદરના શીલ ગામનો જવાન વિપુલભાઇ કાન્તીભાઇ ભરડા નામનો યુવાન આર્મીમાંથી 17 વર્ષની પોતાની સેવા બજાવીને હાલમાં સેવા નિવૃત થઇ પોતાને ગામ શીલ પહોંચતા સમસ્ત ગ્રામજનોએ સાથે મળીને તેનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

વિપુલભાઇ પોરબંદરના જાણીતા કેળવણીકાર ડો. ઇશ્વરલાલ ભરડાના ભત્રીજા થાય છે. જયારે કે જૂના શીશલી ગામના અને હાલ પરેશ નગરમાં રહેતા લાખણશીભાઇ દેવાભાઇ ઓડેદરા આર્મીમાં 30 વર્ષ સુધી પોતાની ફરજ બજાવીને સુબેદાર રેન્કથી નિવૃત થતા તેમનું વોર્ડ નં. 3 ના કાઉન્સિલર ગાંગાભાઇ ઓડેદરા, બ્રહ્મ સમાજના અગ્રણી ઓમભાઇ જોષી સહિતના આગેવાનોએ તેમનું સ્વાગત કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...